________________
૨૪૪] જેન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ ૧. શેઠ મનિયાએ સં. ૧૭૧૦ના જેઠ સુદને ગુરુવારે ભ૦ વિમલનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. ૨. શેઠ મનિયાના કુટુંબીઓએ સં. ૧૭૧૦ ના જે. સુ૬ને ગુરુવારે ગુરુપુષ્યાગમાં ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમાની ભટ્ટા જયાનંદસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી.
શેઠ મનિયાએ શત્રુતીર્થનો છરી પાળતે સંઘ કાઢયો. ભ૦ વિમલનાથની પ્રતિષ્ઠા કરાવી. યતિઓને પ્રતિલાલ્યા. ૮૪ જન ગોમાં રૂપિયાની લહાણ કરી. મેટી જિનપૂજાએ ભણાવી. સાત ક્ષેત્રને પુષ્ટ કર્યા. – આ રીતે ધર્મકાર્યમાં સાત લાખ રૂપિયા વાપર્યા.
શેઠ મનિયા ૭૦ વર્ષની ઉંમરે બીમાર થયા. આથી વૈરાગ્યભાવે પંમેરુવિજયગણીના હાથે દીક્ષા લીધી. ૫૦ મેરુવિજયગણીએ તેનું નામ મુનિ માણેકવિજય રાખ્યું અને તેમને ૫૦ લાવણ્યવિજયના શિષ્ય બનાવ્યા. મુનિ માણેકવિજય શુદ્ધ ચારિત્ર પાળી સં. ૧૭૧૧માં અમદાવાદમાં અનશન સ્વીકારી આરાધના કરતાં શુદ્ધિપૂર્વક કાળધર્મ પામ્યા. (૬૩) મુનિ વિનયવિજય.
(–દેશી મનિયા વંશ નં. ૧). પરંપરા ત્રીજી –
(૫૯) ભટ્ટાવિજ્યસેનસૂરિ (૬૦) મહ૦ નયવિયગણું.
લંકાગચ્છના અમદાવાદની ગાદીના શ્રીપૂજ ઋષિ મેઘજી વગેરે ૧૮ યતિઓએ સં. ૧૬૨૮માં અમદાવાદમાં તપાગચ્છના ભટ્ટારક વિજયહીરસૂરિ પાસે સંવેગી દીક્ષા લીધી. આ૦ વિજયસેનસૂરિએ તેમને દીક્ષા આપી પોતાના કે પોતાના ગુરુભાઈ એના શિષ્ય બનાવ્યા. તે બધામાં નાની ઉંમરને એક બાલ ઠષિ – નાના મુનિ હતા ત્યારે વિજયસેનસૂરિ ૨૪ વર્ષની ઉંમરના હતા. તેમણે ગુરુઆજ્ઞાથી ઋષિનું મુનિ નયવિજય નામ આપી પોતાના શિષ્ય બનાવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org