________________
ઓગણસાઈઠ ] ભદાર વિજયસેનસૂરિ [૨૩૩ ગીતાર્થ મુનિવરોની સમ્મતિથી પ્રામાણિક તરીકે જાહેર કર્યા હતા.
(— વિવિધ ગચ્છીય પદાવલી સંગ્રહ પૃ. ૨૨૪) આ કારણે ઉપા. વિનયવિજયગણિવર લખે છે કે – “જેણુઈ ઉસૂત્ર નિવાસ પૂરઈ, વિમલ કિયો મુનીપંથ; વિજયસેનસૂરિ શિરોમણિ, ઉદ મહાજન માન્ય.” ૬૨
(- પટ્ટાવલી સઝાય) સ્વર્ગગમન –
ભટ્ટારક વિજયસેનસૂરિએ સં. ૧૬૭૨ના પોતાના ચોમાસાને આદેશ ખંભાતમાં આપ્યો.
આ. વિજયસેનસૂરિ ૬૭ વર્ષની ઉંમરે સં. ૧૮૭૨ના જેઠ વદિ ૧૧ ના રોજ સૂર્યોદયવેળાએ ખંભાતના મહમ્મદપરામાં ચઉસરણ વગેરે ભણું આરાધના કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામી ગયા.
પં ગુણવિજયગણી “વિજ્યસેનસૂરિ નિર્વાણ રાસ)માં લખે છે – “સંઘે બે હજાર મહમ્મદ ખરચી ભટ્ટારકને પૂજ્યા અને મલબારી સુખડની માંડવી બનાવી.”
એક ભ્રામક ઉલ્લેખ મળે છે કે – “હવરૂં થયું તિહાં ગુરૂ કેરૂં, ચલું જલ નીલું નાખઈ રે; તવ પાસઈ કરતિવિજય બુધ, તેહનઈ ગુરૂ ઈમ ભાખેરે. ૬૬૭
(– વિજયતિલકસૂરિરાસ, અધિકાર બીજો પૃ૦ ૫૯) ઈતિહાસ કહે છે કે, આ વિજયસેનસૂરિના સ્વર્ગગમન પછી તપાગચ્છના શ્રમણસંઘમાં બે પક્ષે પડ્યા હતા. બંને પક્ષો એકબીજા ઉપર આક્ષેપો કરતા હતા.
કઈ કઈ વિદ્વાન એમ માને છે કે ગચ્છનાયક વિજયસેનસૂરિનું અવસાન શકમંદ બન્યું હોય. આચાર્યશ્રીની જન્મકુંડલીના શિષ્યથાનમાં રહેલે ધનનો શનિગ્રહ પણ આ શંકાનું સમર્થન કરે છે.
બનવા જોગ છે કે, ગચ્છનાયકે આ ફૂલ્યાફાલ્યા પોતાના શ્રમણસંઘના બે ભાગ પડશે એવી આગાહી થઈ હોય અને તેમને તેને આઘાત લાગ્યો હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org