________________
૨૨૪] જેન પરંપરાને ઇતિહાસ
[પ્રકરણ સૂરિએ “યોગશાસ્ત્ર” (પ્રકાશ-૬)ને એક શ્લેક ના ફુવવિ ના ૭૦૦ અર્થ કરી બતાવ્યા.
તે પછી આ૦ વિજયસેનસૂરિએ બાદશાહ અકબર અને શેખ અબુલ ફજલના કહેવાથી પં. ભાનુચંદ્ર ગણિને મહોપાધ્યાયની પદવી આપી. આ પદવીના ઉત્સવમાં શેખ અબુલ ફજલે રૂા. ૬૦૦) હસે રૂપિયાનું દાન કર્યું. જૈન સંઘે પણ વિવિધ દાન કર્યા.
સવાઈહીર–
બાદશાહ અકબરે આ૦ વિજયસેનસૂરિને જગદગુરુ આચાર્ય વિજયહીરસૂરિના યોગ્ય પટ્ટધર છે એમ સમજી “સવાઈહીર”નું બિરુદ આપ્યું. બાદશાહ અકબરે આ. વિજયસેનસૂરિના ઉપદેશથી આચાર્ય શ્રીને છ મુદ્દાઓ ઉપર ફરમાન લખી આપ્યું. - તેમાં ૧. ગાય, બળદ, ભેંસ, પાડાને મારવા નહીં. ૨ મરેલાનું ધન લેવું નહીં અને ૩ ગુલામ તરીકે પકડવા નહીં વગેરે વગેરે પ્રતિજ્ઞા કરી.
(– પ્રક. ૪૪, ફરમાન પૃ. ૨૪) આચાર્યશ્રીએ સં. ૧૬૪૯, સં. ૧૬પ૦, સં. ૧૬૫૧માં લાહોરમાં ત્રણ ચાતુર્માસ વિતાવ્યા. - સં. ૧૬૫રમાં તેમને એવા સમાચાર મળ્યા કે ગુરુદેવ આવે વિજયહીરસૂરિનું સ્વાથ્ય બગડયું છે. આ સમાચાર તેમણે બાદશાહને પણ જણાવ્યા. તેમની સંમતિ મેળવી આચાર્યશ્રીએ ત્યાંથી વિહાર કર્યો. તેમણે વિહાર કરતાં કરતાં મહિમનગર આવી ચોમાસું (પર્યુષણ - પવ) કર્યું. અને ત્યાંથી ગુજરાત તરફનો વિહાર ચાલુ રાખ્યો. તેઓ ગુજરાતમાં પધાર્યા. સં. ૧૬પરના ભાદરવા સુદ ૧૪ની સવારે તેઓ પાટણ પહોંચ્યા.
જગદગુરૂ આ. વિજયહીરસૂરિનું સ્વાથ્ય સં. ૧૬૫૧ના ચોમાસામાં બગડ્યું હતું તેથી સંઘે તેમને વિહાર કરવા ન દીધો. અને સં. ૧૬પ૨નું ચોમાસું પણ ઉનામાં કરાવ્યું. જગદગુરૂએ સવ' ૧૬પર ના ભાવ સુટ ૧૧ના દિવસે ઉનામાં અનશન સ્વીકારી આરાધના કરતાં કરતાં શુભ ધ્યાનથી સ્વર્ગગમન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org