________________
એ ગણસાઈઠ ] ભટ્ટારક વિજયસેનસૂરિ
[૨૨૩ વધુ ખેંચાતો જાય છે. તો હવે આપણે તેને ઉપાય કરવો જોઈએ, જેથી જનેનો પ્રભાવ ઓસરવા માંડે.
એક પંડિતે બાદશાહને જણાવ્યું કે નામદાર ! આ પંડિતો ઘણી બાબતમાં અમારાથી જુદા પડે છે. ૧ જૈને ઈશ્વરને માનતા નથી. ૨ સૂર્યને માનતા નથી. ૩ ગાયને પૂજતા નથી. ૪ ગંગાને પવિત્ર માનતા નથી વગેરે વગેરે.
આ. વિજયસેનસૂરિએ બાદશાહના પૂછવાથી બધા પ્રશ્નોના એક પછી એક શાંતભાવે અને ગંભીરતાથી ખુલાસા આપ્યા—
“य शैवाः समुपासते शिव इति बह्मेति वेदान्तिना बौद्धा बुद्ध इति प्रराणपटवः कमेति मीमांसकाः अर्हन्नित्यथ जैन शासनरताः कतेति नैयायिका: सोऽय से विदधातु वाञ्छितफल त्रैलोकयनाथो हरिः ॥"
(– હનુમન્નાટક) (૧) જેને સત્, ચિત્ અને આનંદ સ્વરૂપ ઈશ્વરને માને છે. નિરાકાર કે સાકાર નિરંજન ઈશ્વરને માને છે જેને જેનો અરિહંત કે સિદ્ધ તરીકે ઓળખાવે છે. જેનાં મંદિરો છે, તીર્થો છે, વગેરે, વગેરે.
(૨) વ્રતધારી સાધુઓ અથવા ગૃહસ્થ સૂર્ય આથમે ત્યારથી સૂર્ય ન ઊગે ત્યાં સુધી અનાજ-પાણી લેતા નથી.
જૈન ગાયના ગળામાં બંધન થાય ત્યારથી તે બંધન ન છૂટે ત્યાં સુધી અનાજ-પાણું લેતા નથી.
(૪) જૈનો જન્માભિષેકમાં ખુદ તીર્થકરોને અને કલ્યાણક ઉત્સવમાં, વિવિધ અભિષેકમાં જિનપ્રતિમાઓને ગંગાના પાણી અને ગાયના દૂધ વડે અભિષેક કરે છે.
આથી સમજાશે કે વિદ્વાન પંડિતાએ જૈનો માટે જે જે શંકાઓ કરી છે તે પાયા વિનાની-નિરાધાર છે.
તે પછી બીજા સેંકડે વિદ્વાનોએ આવી જુદા જુદા પ્રશ્નો પૂછવા. આચાર્યશ્રીએ સમાધાન આપી સૌને સંતુષ્ટ કર્યા.
આ. વિજયસેનસૂરિવરે બાદશાહી રાજસભામાં આ૦ હેમચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org