________________
૨૧૮] જેન પરંપરાને ઈતહાસ
Fપ્રકરણ પછી માતા કેડમદેવી અને પુત્ર જયસિંહ એ બંનેએ સંઘપતિ
જ્યતાની આજ્ઞા લઈ ભટ્ટારક આ૦ શ્રી. વિજયદાનસૂરિ પાસે સુરતમાં જઈ પિતાને દીક્ષા આપવા વિનતિ કરી.
દીક્ષા – ભટ્ટાવિજયદાનસુરિએ સં. ૧૬૧ ના જેઠ સુદિ ૧૧ના રોજ સુરતમાં સિંહ લગ્નમાં માતા અને પુત્રને દીક્ષા આપી. એ સમયે દીક્ષાકંડલી આ રીતે હતી : એટલે પહેલે સ્થાને સિંહલગ્ન, ત્રીજા તુલાના સેમ અને મંગળ, પાંચમે ધનને ગુરુ, નવમે મેષના શનિ અને રાહુ, અગ્યારમે વૃષભને શુક, બારમે મિથુનને સૂર્ય અને બુધ હતા. આ પ્રમાણેની ગ્રહસ્થિતિ હતી ત્યારે બંનેને દીક્ષા આપી માતાનું નામ સાધ્વી કલ્યાણશ્રીજી અને પુત્ર જયસિંહકુમારને આ૦ વિજયહીરસૂરિના શિષ્ય બનાવી તેનું નામ મુનિ જયવિમલ રાખવામાં આવ્યું.
(– વિજયપ્રશસ્તિ કાવ્ય, સર્ગઃ ૫, ૦ ૮૪-૮૭) ગચ્છનાયક ભટ્ટારક શ્રી વિજયદાનસૂરિએ જયવિમલને પાટણ આ. વિજયહીરસૂરિ પાસે મોકલ્યા. મુનિ જયવિમલે ગુરુ પાસે રહી વ્યાકરણ, કેશ, સાહિત્ય, છંદ, જૈનેતર ન્યાયગ્રંથ તથા જૈન ન્યાય, વિવિધ વિષયના વિજ્ઞાનJથે અને જિનાગમને અભ્યાસ કર્યો.
આ તરફ ગચ્છનાયક ભટ્ટારક શ્રી. વિજયદાનસૂરિ સં. ૧૯૨૧ના વૈ૦ સુ. ૧૨ ના રોજ પાટણ પાસેના વડલી ગામમાં સ્વર્ગસ્થ થયા.
(– વિજયપ્રશસ્તિ, સર્ગઃ ૬, ૦ ૨૯,૩૦) શ્રી સંઘે ત્યાં ભટ્ટાશ્રી વિજયદાનસૂરિને સ્તૂપ બનાવ્યો, અને આ૦ શ્રી. વિજયહીરસૂરિને ગચ્છનાયક બનાવ્યા. આ. શ્રી વિજયહીરસૂરિએ મુનિ જયવિમલને સં૦ ૧૬૨૬ના ફાગણ સુદિ ૧૦ના ખંભાતમાં પંન્યાસ તથા સં૦ ૧૬૨૮ના ફાગણ સુદિ ૭ને સોમવારે અમદાવાદના અહમદપરામાં ઉપાધ્યાય બનાવ્યા. તથા સં૦ ૧૬૨૮ના ફાગણ સુદિ ૭ને સોમવારે જ વૃષભ લગ્નમાં પહેલે વૃષભને ચંદ્ર, ત્રીજે કર્કનો રાહુ, છઠું તુલાને મંગળ અને શનિ, દશમે કુંભનો સૂર્ય અને બુધ, અગિયારમે મીનનો ગુરુ અને શુક હતા. ત્યારે આવી લગ્નકુંડલીમાં અને પૃથ્વીતત્ત્વને સ્વર ચાલતે હતું ત્યારે અમદાવાદના અહમદપરામાં શેઠ મૂલાએ કરેલ પદવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org