________________
૧૯૨] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ વર્માને કાજ તરફ ભગાડી ગુજરાત પિતાને તાબે કર્યું અને પોતાના નાના ભાઈ ઈન્દ્રને લાટનું રાજ્ય આપી અહીં રાષ્ટ્રકૂટ વંશનું રાજ્ય સ્થાપન કર્યું.
(-પ્રક. ૩, પૃ. ૫૩૫, ૫૩૬ ) રાષ્ટ્રકૂટનું અપભ્રંશમાં રાઠોડ નામ છે. કેટલાએક રાજપૂતવંશી માટે દોહરે મળે છે કે –
“શિદિયા સાંડેસરા, ચાદસિયા ચાહાણ;
ચૈત્યવાસીયા ચાવડા, કુલગુરુ એહ વખાણ.” જે કે રાષ્ટ્રકૂટ દક્ષિણ તરફના છે. ત્યાં તેઓ પ્રાયઃ દિગંબર જૈનધર્મના ઉપાસક હતા, તે પણ સંભવ છે કે ગુજરાતમાં આવ્યા બાદ વેતાંબર આચાર્યોના પરિચયથી તેઓ સાંડેરાવના તાંબર આ૦ શ્રી બલભદ્રસૂરિના ઉપાસક હતા.
( – પ્રક. ૩૪, ૫૦ ૫૯૨) જોધપુરના રાઠોડ રાજાઓ પણ શ્વેતાંબર જન આચાર્યોના ભક્તો હતા તથા જૈન ધર્મના પ્રેમી હતા. આથી અનુમાન થાય છે કે, રાઠેડા ખંડિલગરછ કે સાંડેરાવ ગચ્છના આચાર્યોના ઉપાસક હશે. આ રીતે શ્રીમાલનગરમાં ઘણાં વર્ષો સુધી રાઠોડ રાજ્ય રહ્યું.
અંચલગચ્છની મેટી પટ્ટાવલીમાં એ પણ ઉલ્લેખ છે કે, મહમ્મદ ઘોરીએ સં. ૧૦૭૧ લગભગમાં શ્રી શંખેશ્વર ગચ્છના આચાર્ય શ્રી વીરચંદ્રની વિદ્યમાનતામાં ભિન્નમાલ ભાંગ્યું,
સાધારણ ઈતિહાસમાં મહમ્મદ ગિઝની ઈસ. ૧૦૦૧ થી ૧૦૩૦૦ માં ભારત પર ૧૧ વાર ચડાઈ કર્યાના ઉલ્લેખ છે. છેલ્લી સવારી ઈ.સ. ૧૦૨૪ (વિ. સં. ૧૦૮૦ )માં કરીને સેમિનાથ પાટણ વિરત કર્યું, ગિઝનીએ અગાઉની ચડાઈઓમાં ભિન્નમાલ, સાર વગેરે સ્થાનો ભાંગ્યાં હતાં એટલે સં. ૧૦૭૧માં ભિન્નમાલ ભાંગ્યાની હકીકત પુરવાર થાય છે. મૌર્ય પડિહારવંશ—
(૧) નાગાવલેક (વિસં. ૯૧૩, ) (૨) કકુસ્થ, (૩) દેવરાજ (૪) વત્સરાજ (શાકે ૬૯૯) (૫) યશોવર્મા –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org