________________
[૨૧] સૌભાગ્ય હશે કે પૂજ્ય શ્રી લકવાની અસર ઓછી થતા, સુયોગ્ય વ્યક્તિ રેકીને પણ પૂજ્યશ્રીએ નિયમિત રીતે ચોથા ભાગનું લેખન કાર્ય કરાવતા રહ્યા. પોતે બેલતા જાય અને પંડિતશ્રી લખતા જાય. ઘણીવાર તો એવું બનતું કે લકવાને કારણે પૂજ્યશ્રીનું બેલવું પણ સમજાતું નહીં ત્યારે મુનિરાજશ્રી સ્લેટ પર, ભીંત પર અથવા જમીન પર મોટા અક્ષરોમાં જેમ તેમ લખીને પણ સેંધ કરાવતા. સાચે જ જેમને કંઈક કરવાની ધગશ હોય છે એ કોઈ પણ રીતે કાર્ય પૂરું કરે જ છે. ચોથા ભાગની દરેક હરત પ્રતો, ને ઉપરથી અગાઉના ભાગનું જ પ્રેસ મેટર તૈયાર કરનાર પંડિતવર્ય શ્રી અંબાલાલ પ્રેમચંદને જ સેપવામાં આવેલ. તેઓશ્રીએ આ બધું મેટર તૈયાર કરી રાખેલ. બાદ તે પરમ પૂજ્ય મુનિ મહારાજ શ્રી દર્શનવિજ્યજી મહારાજ પણ સવંત ૨૦૨૯ પાલીતાણામાં કાળધર્મ પામતા પ્રકાશનનું કાર્ય ભૂગર્ભમાં સમાઈ ગયું.
બે-ત્રણ વર્ષ પહેલા ગાનુયેગ અમદાવાદમાં પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી પંડિત શ્રી અંબાલાલભાઈએ શ્રી સંઘના કંઈક સદભાગ્યે સુરક્ષિત જાળવી રાખેલ ભાગ
થાનું આ મેટર આપવા કૃપા કરેલ છે. આ માટે મુરબી પંડિતવર્ય શ્રી અંબાલાલભાઈના આપણે સૌ આભારી છીએ. તેમ જ આ મેટર મેળવવામાં સહભાગી–પ્રેરણામૂર્તિ બનનાર પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય હેમચંદ્રાસૂરીશ્વરજીના ઋણી છીએ. આ મેટર મને સંપાયુ તે તો મારા પૂજ્ય પિતાશ્રી ગુલાબચંદ દેવચંદ (તંત્રી જન”) ની સદભાવના તથા પૂજ્ય ત્રિપુટી મહારાજના સંબંધનું કારણ જ માત્ર હશે તેમ હું માનું છું.
“જૈન પરંપરાને ઈતિહાસના ચેથા ભાગનું મેટર લેતી વખતે આ કાર્યની ગંભીરતાનો પણ પૂર્ણ ખ્યાલ નહોતો ત્યાં પૂજ્ય ગુરુદેવકૃપાથી યોગાનુયોગ પરમ પૂજ્ય ત્રિપુટીના જ મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી મ. સા.ના શિષ્ય મુનિ શ્રી નીતિવિજયજી (વર્તમાનમાં મુનિરાજશ્રી ભદ્રસેન વિજયજી) મ૦ ને પાલીતાણું સાંડેરાવ જિનેન્દ્ર ભવન જૈન ધર્મશાળામાં પૂજ્ય મુનિરાજ શ્રી મિત્રાનંદસાગરજી મ. રૂબરૂ આ ચોથા ભાગની વાત કરતાં, પૂજ્ય મુનિરાજશ્રી મિત્રાનંદ સાગરજી મ. એ ભારપૂર્વક જણાવેલ કે આપના જીવનના પ્રેરણું મૂર્તિ ઉપકારી ગુરુદેવેનું ઋણ ચૂકવવાની આ સુંદર તક મળેલ છે. વિગતે વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org