________________
અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ
[૧૭૧ તેમને મુક્તાબાઈ નામે પત્ની હતી. તેનું બીજું નામ કદાચ જેકેરબાઈ હોય. તે અત્યારે મુક્તાબાઈના નામથી પ્રસિદ્ધ છે, તે નિશ્ચયનય તરફી વલણવાળાં હતાં આથી ભટ્ટાશ્રી શાંતિસાગરસૂરિથી પ્રભાવિત હતાં. હવે શ્રી રાયચંદ મતના અનુયાયી છે. અમદાવાદમાં રાયમતના પક્ષે તે આગેવાનીભર્યો ભાગ લે છે.
(૧૧) શેઠ વિમળભાઈ અને શેઠ સારાભાઈ – શેઠ મયાભાઈને ૧. વિમળભાઈ અને ૨. સારાભાઈ એમ બે પુત્ર અને નિર્મળાબહેન નામે પુત્રી હતી. બંને પુત્ર રવભાવે શાંત, સરળ, માતૃભક્ત અને આપસમાં અત્યંત પ્રેમવાળા હતા. પુત્ર-પૌત્રો કાલે જુદા થાય પણ બંને ભાઈઓની જેડી સાથે જ રહે એવો પ્રેમ હતો.
શેઠ વિમળભાઈ શેઠ પ્રેમાભાઈના મોટા પુત્ર છે. નગરશેઠ તે જ બને પણ ઉંમર નાની હોવાથી શેઠ પ્રેમાભાઈ પછી શેઠ ચીમનલાલ લાલભાઈ, શંઠ મણિભાઈ પ્રેમાભાઈ, તથા કસ્તૂરભાઈ મણિભાઈ નગરશેઠ તેમજ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ બન્યા.
હાલમાં શેઠ વિમલભાઈ નગરશેઠ છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના અધ્યક્ષ શેઠ કસ્તૂરભાઈ મણિભાઈ છે ને તેમની વિદ્યમાનતામાં શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ પ્રમુખ છે.
શેઠ લાલભાઈ દલપતભાઈ અને ચીમનલાલ લાલભાઈ શેઠ મણિભાઈ પ્રેમચંદનું જે બહુમાન કરતા હતા તેવું જ બહુમાન કસ્તૂરભાઈ લાલભાઈ પણ શેઠ વિમલભાઈ મણિભાઈનું કરે છે. બંને વચ્ચે ગાઢ પ્રેમ છે, સંઘના કામમાં બંને એકમત બની નિર્ણય કરે છે.
શેઠ વિમલભાઈનાં ધર્મપત્ની લલિતાબહેન ધર્મપ્રેમી, સરલ અને વિવેકી છે. નગરશેઠના સાત્રિી મહારાજના ઉપાશ્રયનાં અધ્યક્ષ છે. શેઠ સારાભાઈનાં પત્ની મધુબેન પણ સરલ અને ધર્મપ્રેમી છે. તેમને વંશવિસ્તાર આ પ્રકારે છે. –
(૧૧) શેઠ સારાભાઈ, ભાય મધુબહેન. (૧૨) શ્રી. વિનોદભાઈ, ભાર્યા વંદના, પુત્ર દીપક, પુત્રી બ્રહ્મ.
(૧૦) બીજે પુત્ર શેઠ લાલભાઈ– તે શેઠ પ્રેમાભાઈના બીજા પુત્ર હતા. તેમને શણગારદેવી નામે પગી હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org