________________
અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ
[૧૬૩ એના વકીલોની ખુરશીઓ હતી. તેમાં નગરશેઠ હેમાભાઈની વકીલની પણ એક સ્વતંત્ર ખુરશી હતી. તેમજ રાજકેટની એજન્સીમાં શેઠ હેમાભાઈની પાલિતાણાના ઈજારદાર તરીકે અને શેઠ આણંદજી કલ્યાણજીના અધ્યક્ષ તરીકે એક સ્વતંત્ર ખુરશી હતી.
નોંધ – શેઠ કસ્તૂરભાઈ મણિભાઈએ અમને એકવાર કહ્યું હતું કે, આ સ્વતંત્ર ખુરશીઓના વકીલને મોટા ખરચ આવતો હતો તેથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને જનરલ સભાન જૈનેએ આ ખર્ચ નકામે માની ખુરશી બંધ કરવાની સૂચના કરી. ત્યારથી આપણે વકીલ ત્યાં રહેતો નથી. તેથી જ આપણને ઠાકોર સાથેના કજ્યિામાં જુદા જુદા વકીલે રોકવા પડે છે.
ગામ ––
એજન્સીએ સને ૧૮૬૧ (વિ. સં. ૧૯૧૮)માં ગાયકવાડ સરકારનું રાંચરડા ગામ ઈનામમાં અપાવ્યું હતું, જે તેમના વંશજોના હાથમાં છે.
( – પ્રક. ૪૪, પૃ. ૨૫ ) શેઠ હેમાભાઈએ વિ. સં. ૧૮૯૩માં શ્રી શત્રુંજયતીનો છરી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો અને અમદાવાદથી પાલિતાણા સુધી દરેક પડાવે ધર્મશાળાઓ બંધાવી.
( – ફાર્બસ, રાસમાળા, જેને ઐતિહાસિક રાસમાળા,
ભા. ૧, નિવેદન – સામાલોચના પૃ૦ ૧૭, ૨૦)
હિમાવસહી ––
તેમણે સં. ૧૮૮૬ના મહા સુદિ ૫ ના રોજ શ્રી શત્રુંજયતીર્થ - માં હેમાભાઈ ની નવી ટ્રક બંધાવી.
(શ્રી જિનવિજય સંપા. પ્રાચીન લેખસંગ્રહ ભા૦ ૨, લે. નં. ૫૮ ) તે ટ્રકમાં તેના વંશજોએ ઘણું જિનપ્રતિમાઓ ભરાવી છે. –
(૧) નગરશેઠ હેમાભાઈના પુત્ર નગીનદાસભાઈની ભાર્યા ઈચ્છાવહુએ પિતાના પતિના શ્રેય માટે હિમાવસહી ટ્રકમાં ભગત શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org