________________
અઠ્ઠાવન ] રાજનગરનો નગરશેઠ વંશ
[૧૫૧ તેમના કુટુંબના વંશજોને ગામનાં કાલાંની જકાતમાંથી દર સેંકડે ચાર આના આપવાને હકક–પટ્ટો કરી આપ્યો હતો. શેઠ નથશાહે રઘુનાથ બાજીરાવને આ હકક પ્રમાણે હમેશાં રકમ મળતી રહે એની અરજી કરી નવી સનંદ મેળવી હતી.
(પ્રક. ૪૪, ૫૦ ૧૭૦ થી ૧૭૬ ) (૨) દિલ્હીમાં ૨૧ મો બાદશાહ આલમગીર થયો. તેને ઈસ્ટ ઇડિયા કંપનીએ રૂા. ૨૬૦૦૦૦૦–છવ્વીસ લાખનું વર્ષાસન બાંધી આપી અલાહાબાદમાં વસાવ્યો, તેમજ બંગાળના નવાબ મુબારક ઉદ્દૌલા અને જગતશેઠને વર્ષાસન બાંધી આપ્યાં.
બાદશાહ આલમગીર (ત્રીજા) વતી લડે ગાર્ડન અને બંગાળના નવાબ...ઉદીલાએ વિ. સં. ૧૮૩૬ના મહા વદિ ૧૧, ૧૨, ૧૩ના દિવસમાં અમદાવાદને ઘેરો ઘાલ્યો. જનરલ ગાર્ડને સં. ૧૮૩૬ મહા વદ ૧૩ ના રોજ તા. ૧૭–૨–૧૭૮૦ના દિવસે અમદાવાદને જીતી લીધું. પછી પોતાના સિનિકોને મરછમાં આવે તેમ અમદાવાદને લૂંટવાનો હુકમ કર્યો.
એ સમયે આ લૂંટને રોકવા લૈર્ડ ગાર્ડનને સમજાવવા નગરશેઠ નથુશાહ, શહેર કાજ શેખ મહમ્મદસાલે અને બાદશાહી દીવાન મીયાં મિરજા અબુ એ ત્રણ જણ મળ્યા. તેને લૂંટને હુકમ પાછો ખેંચી લેવા જણાવ્યું, ખૂબ સમજાવ્યા, ઘણી કશિશ કરી પણ તેણે માન્યું નહીં.
શહેરકાજી અને દીવાને શેક નથુશાહને જણાવ્યું કે, આને મેટી રકમ આપવાથી કદાચ માની જાય અને શહેરને લૂંટવાથી રોકાય. શેઠે તરત જ જનરલ ગાર્ડનની સામે મેટી રકમની થેલી નજરાણા તરીકે મૂકી. તેથી તે ખુશ થયો. તેણે પોતાના સૈનિકોને તરત જ હુકમ કર્યો કે, અમદાવાદને લૂંટશે નહીં તેમજ શેઠના કહેવાથી તેણે તેની પાસેથી શાંતિને ઢંઢેરો લખાવ્યો અને પિટાવ્યું કે, “હવે જનતાને કેાઈ લૂંટશે નહીં. સૌ નિશ્ચિંત બની તપેતાના રોજિંદા કામ કરે.” લુંટ ફરી બંધ થઈ. નગરશેઠની રકમે કામ કર્યું. પ્રજા આનંદિત થઈ.
(સને ૧૯૨ ૪ને “ગુજરાતી સાહિત્ય પરિષદને Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org