________________
અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ
[૧૪૯ વૃદ્ધવાણી વગેરે ઉપર ગંભીર પરિશીલન કર્યા પછી અમને લાગે છે કે તે વિચારો માની તેમાં ફેરફાર કરવા જરૂરી છે. (૧) સં. ૧૬૮માં શેઠ શાંતિદાસે શ્રી ચિંતામણિ જિનપ્રાસાદથી
ઝવેરીવાડ સુધી ભૂગર્ભમાં સુરંગ બનાવી હતી પણ સંo ૧૭૦પમાં બાદશાહી ખર્ચે જિનપ્રાસાદ ફરીથી બંધાયે
ત્યારે આ સુરંગ બનાવી નહીં હોય. (૨) શેઠ ખુશાલચંદ સં. ૧૭લ્માં કે ૧૮૦૦માં ત્યાંની બધી
જિનપ્રતિમાઓ ઝવેરીવાડમાં લાવ્યા તે સુરંગ વાટે નહીં
પણ કોઈને જાણ ન થાય તેવા રસ્તે લાવ્યા હોય. (૩) શેઠે આ દરેક જિનપ્રતિમાઓને પ્રથમ ઝવેરીવાડમાં લાવી
કોઈને ખબર ન પડે તેમ ગુપ્ત સ્થાને ભંડારી રાખી હોય. પછી તેમણે અથવા તેમના પુત્રએ નવાં નવાં જિનાલયે
બંધાવી તેમાં પધરાવી હોય. (૪) વિશાલકાય જિનપ્રતિમાઓને લાવી શેઠ ખુશાલચંદના જિન
પ્રાસાદમાં બેસાડી હોય પણ પ્રતિમાઓ વિશાલકાયની હોવાથી લાવતાં લાવતાં નજીવી તૂટફૂટ થઈ હોય. આથી તે સમયના ભટ્ટારકની આજ્ઞાથી તેમની પ્રાણપ્રતિષ્ઠા ખેંચી લઈ ઉચિત સાધનાથી સંસ્કાર આપી ફરીથી પ્રાણપ્રતિષ્ઠા કરી હોય. અથવા તે પ્રતિમાઓ રસ્તામાં વ્યંગ થઈ જતાં સં. ૧૮૦૦માં તેવી જ બીજી જિનપ્રતિમાઓ બનાવી તેને શ્રી આદીશ્વરના દેરાસરમાં પધરાવી હોય.
શ્રી આદીશ્વરના જિનાલયના ભેંયરામાં બિરાજમાન શ્રી આદીશ્વર ભગવાનની મોટી ત્રણ પ્રતિમાઓની ગાદીમાં ઉત્કીર્ણ લેખો વાંચ્યા પછી અમે ઉપર્યુક્ત થી હકીકતની કલ્પના કરી છે.
આ ત્રણે પ્રતિમાઓમાં થોડા ફેરફાર સાથે નીચે પ્રમાણે લેખ ઉત્કીર્ણ છે. – __ “॥ श्री ॥ सवत् १८०० वर्षे शाके १६६६ प्रवर्तमाने ज्येष्ठसुदि १० गुरौ श्री अहिमदावादवास्तव्य-ओशज्ञातीय-वृद्धशाखायां पुत्र यपवित्रश्रेष्ठ शान्दिास-सहनकिरण-तत्पुत्रश्रेष्ठिलक्ष्मीचन्द्र-तत्पुत्र
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org