SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ] જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ ખુશાલચંદ, તેને પુત્ર નથુશા વગેરેને તથા તેઓના વંશવારસદારોને વંશપરંપરાના હકકો આપીશું.” આ પ્રમાણે સહી સિકકા સાથે લખાણ કર્યું. સૂબા કમરુદ્દીનખાનને આ લખાણ બતાવ્યું અને પાસ કરાવ્યું. તેમજ અમદાવાદના મેટા વ્યાપારી, સેદાગર હિંદુ-મુસલમાન સૌએ હીજરી સન ૧૧૩૭ શાઅબાન મહિનાની ૧૦મી તારીખે શેઠ ખુશાલચંદ લકીચંદે પ્રજાના જાન-માલ બચાવી ઉપકાર કર્યો તે બદલ કડીની છાપના કાપડમાંથી દર સેંકડે ચાર આના આપવાના પિતાના પૂર્વજોના કાગળને સમર્થન આપ્યું. શેઠ નથુશાહે રઘુનાથ બાજીરાવને – સરકારને આ રકમ બરાબર મળતી રહે તે માટે અરજી કરી હતી અને એ અંગે પાકી સનદ મેળવી હતી. મેગલ રાજકાળમાં નગરશેઠના વંશજોને આ જકાતની રકમ બરાબર મળતી હતી, પરંતુ બ્રિટિશ રાજયે તા. ૨૮-૬-૧૮૮૩ના પત્રો વગેરે તપાસી–મેળવી તા. ૨૫-૭–૧૯૨૦ના રોજ આ રકમને બદલે દરસાલની ઉચક રકમ રૂપિયા ૨૧૩૩ આપવાનું નક્કી કર્યું. આ રકમમાંથી નગરશેઠનાં સ્ત્રી-પુરુષ જેઠ વદિ ના રોજ જમણ જમતાં હતાં. ( – પ્રક. ૪૪, પૃ. ૧૭૧ થી ૧૭ – ફરમાન ૨ ૭ મું.) જિન પ્રતિમાઓનું સ્થાનાંતર (વિ. સં. ૧૭૯૯) સદગત ઈતિહાસ લેખક શ્રી. મગનલાલ વખતચંદ લખે છે કે -- “સૂબા ઔરંગઝેબે રાજ્યના ખરચે શ્રી. ચિંતામણિ પાર્થનાથને જિનપ્રાસાદ જે પહેલાં હતો તેવો બનાવી શેઠ શાંતિદાસને સોંપ્યો પણ ફરી વાર તેના ઉપર આફત આવી પડી. ગુજરાતમાં જોધપુરનો રાજા અભયસિંહ રાઠોડ સૂબો હતો. તેના વતી રત્નસિંહ ભંડારી ગુજરાતને સૂબે બન્યું હતું, ( – પ્રક. ૪૪, પૃ. ૨૨૮) તે પછીના સૂબાના સમયે એક મુસલમાન અમલદારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy