________________
અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ
[૧૪પ પુરામાં ભટ્ટાવ શ્રી લક્ષમીસાગરસૂરિ બીમાર થતાં તેમની ખૂબ ભક્તિ કરી. છેવટે તેમણે સૂરિજીને સ્વર્ગગમન—ઉત્સવ ઊજવ્યો. ૬. નગરશેઠ ખુશાલચંદ (સ્વર્ગ, સને ૧૭૪૮, વિ. સં. ૧૮૦૫)
શેઠ ખુશાલચંદે અમદાવાદમાં વાઘણપોળમાં પોતાના દાદા નગર શેઠ શાંતિદાસના પુણ્યાથે તેની યાદગીરીમાં ભગ0 શ્રી આદીશ્વરને મોટે જિનપ્રાસાદ બંધાવ્યો અને તેમાં સં. ૧૬૮૨માં અંજનશલાકા થયેલ જિન પ્રતિમાઓ લાવી પધરાવી.
અમદાવાદ શહેરની પ્રજાની રક્ષા (વિ. સં. ૧૭૮૨) સને ૧૭૦૫ થી ૧૭૬૫ સુધીમાં મરાઠા, પઠાણ, પેશવા અને ગાયકવાડ વગેરે પક્ષે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં પોતાનું રાજ્ય સ્થાપવા મથતા હતા. આથી કોઈ પણ પક્ષનો અમદાવાદ ઉપર ઓચિંતે હલે થતાં પરિણામે જનતાના જાન, ધન-માલ વગેરે નુકસાની સહન કરવી પડતી. ત્યારે ગુજરાતમાં હીજરી સનને વ્યવહાર હતો.
હિજરીસન ૧૧૩૭, સને ૧૭૨૫ અને ચિત્રાદિ વિસં. ૧૭૮૨માં અમદાવાદ ઉપર એકાએક આફત આવી. તે પહેલાં અહીં કમાલુદ્દીન બાબી સૂબે હતું અને તે પછી અહીં મેઝીનખાન સૂબે થયે હતે. તથા વજીર બાદશાહ કમરુદ્દીન દિલ્હીવાળો હતો.
હીજરીસન ૧૧૩૭માં દક્ષિણના લૂંટારા મરાઠાઓએ અમદાવાદને લૂંટવા અમદાવાદની જનતાને મારી નાખવા – બાન પકડવા ઘેરો ઘાલ્ય અને શહેરને કબજે લઈ પ્રજાને લૂંટવી એવી ધાસ્તી બતાવી.
આથી શહેરના ઉદ્યમ–વેપાર બંધ થયા. શહેર બહાર જવાઆવવાનું બંધ થયું. શાહુકાર વગેરે હેરાન થયા ત્યારે નગરશેઠ ખુશાલચંદ મરાઠા સરદારને મળ્યા અને મોટી રકમ આપી, સમજાવી ફોન ઘેરો ઉઠાવરાવ્યો. આથી અમદાવાદના માણસો, સ્ત્રીઓ, છોકરાં, માલમિલકત બધું બચી ગયું ને વેપાર ચાલુ થયે. નગરશેઠે શહેર ઉપર મોટો અહેસાન કર્યો. આથી શહેરના મોટા હિંદુમુસલમાન શાહુકારો, બીજા નાના શાહુકારે, વેપારીઓ તથા વિવિધ હુન્નર-ઉદ્યોગવાળા બધાએ મળીને નિર્ણય કર્યો કે –
યતની જમાબંધી ઉપર દર સેંકડે ચાર આના નગરશેઠ જે. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org