________________
૧૨૪] જૈન પરંપરાનો ઈતિહાસ
[ પ્રકરણ હતો. અમે તે વખતે કેટલાક ગ્રંથોની પ્રશસ્તિ, પુષ્પિકાઓ અને ઉક્ત નેંધોની નકલ કરી લીધી હતી.
ખુશી થવા જેવું છે કે, અમદાવાદના જૈન સાહિત્યપ્રદર્શને શ્રી. પ્રશસ્તિસંગ્રહના ગ્રંથ છપાવ્યા છે. તેના બીજા ભાગમાં પ્રશસ્તિ નં. ૨૫, ૧૦૭, ૧૩૫, ૨૪૭ અને ૮૩ર વગેરેની નીચે ઉક્ત ગ્રંથભંડારની નેધ છે. - હવે આ ગ્રંથભંડારનો મોટો સંગ્રહ અમદાવાદના શેઠ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે. તેના વ્યવસ્થાપકો આ ગ્રંથની પ્રશસ્તિઓ છપાવે તો તેમાંથી ઘણો ઉપયોગી જેના ઈતિહાસ પ્રાપ્ત થશે. અને નગરશેઠના વંશની બાબતમાં પણ જરૂરી પ્રકાશ પડશે.
૪. શા. વર્ધમાન – શા. વર્ધમાન શેઠ સહસ્ત્રકિરણ અને તેમની ભાર્યા કુંઅરબાઈને મોટો પુત્ર હતો. તેમને વિશેષ ઈતિહાસ મળતો નથી.
ઉલ્લેખ મળે છે કે, શેઠ વર્ધમાન અને તેમના ભાઈ શાંતિદાસ અમદાવાદમાં સરસપુર (બીબીપુર)ના શ્રી વિજ્યચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયને જીર્ણોદ્ધાર કરી મોટો જિનપ્રાસાદ બનાવ્યો અને તેમાં સં. ૧૬૮૨ના જેઠ વદિ ૯ ને ગુરુવારે મોટી જિનપ્રતિષ્ઠા કરાવી હતી.
આ મંદિરનાં દરેક કામ શેઠ વર્ધમાનની દેખરેખ નીચે થયાં હતાં. ત્યારે તેમની માતા કું અરબાઈ વિદ્યમાન હતાં અને તેમણે આ જિનાલયમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. ૫. નગરશેઠ શાંતિદાસ (સં. ૧૬૪૫ થી ૧૭૧૫)
શા. સહસ્ત્રકિરણને નાનો પુત્ર હતું. તેની માતાનું નામ સૌભાગ્ય હતું. તેને જન્મ સં. ૧૬૪પમાં થયાનું મનાય છે. - તેઓ બાળપણથી તીવ્ર બુદ્ધિશાળી હતા. પુણ્યશાળી હતા. તેમણે શરૂઆતથી જ ઝવેરાતને ધંધું શરૂ કર્યો. તે ધીમે ધીમે અનુભવથી મેટા ઝવેરી બન્યા. અમદાવાદ, સુરત, ખંભાત વગેરે સ્થળે ફરીને ઝવેરાત વેચતા હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org