________________
૧૦૨] જૈન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ ૧૧. સુરતના ભાઈદાસ નેમિદાસે સં. ૧૮૩૯ના વિ૦ સુ૬ ને બુધવારે શ્રી અજિતનાથ, શ્રી અનંતનાથ, વગેરે જિનપ્રતિમાઓની ભટ્ટા) શ્રી જિનલાભ સૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી હતી.
૧૨. સં. સમરાશાહ ઓશવાલના વંશજ ઝવેરશાના પૌત્ર શા. રતનચંદ સં. ૧૮૪૩ના વિ૦ સુ. ૨ ના રોજ સુરતમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીની ભટ્ટા) શ્રી વિજયલક્ષમીસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી હતી.
૧૩. તપાગચ્છના ભટ્ટા. શ્રી વિજયાનંદસૂરિસંઘના શ્રાવક શા. પ્રેમચંદ ઝવેરી વગેરે ઓશવાલોએ સં. ૧૮૬૦ના વૈસુરુ ૫ ને સેમવારે સુરતમાં જુદી જુદી જિનપ્રતિમાઓ ભરાવી અને તેની તપાગચ્છના શ્રી વિજયદેવસૂરિશાખાના ભટ્ટા. શ્રી વિજય જિનેન્દ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી.
(– એ મોદી ગાડી પાર્શ્વનાથ પ્રતિષ્ઠા ) ૧૪. સં. ૧૮૭૭ના મહા વદિ ૨ ના રોજ સુરતમાં વિશા નેમા જને જુદી જુદી જિનપ્રતિમાઓ ભરાવી અને તપાગચ્છીય શ્રી વિજયાનંદસૂરિશાખાના ભટ્ટાશ્રી વિજયસમુદ્રસૂરિ તથા તપાગચ્છની સમશાખાના ભઠ્ઠા શ્રી આણંદસેમસૂરિ પાસે તેની પ્રતિષ્ઠા કરાવી.
૧૫. સં. ૧૮૭૭ના વિ૦ સુ૦ ૩ ને રવિવારે ભટ્ટા) શ્રી આણંદસેમસૂરિએ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી.
૧૬. સં. ૧૯૩૬માં શેઠ ધરમચંદ ઉદયચંદ ઉજમણું કર્યું અને શ્રી મેહનલાલજી મ૦ ના ઉપાશ્રયની બાજુમાં શ્રી વિમલનાથ પ્રભુનું ત્રિગડું પધરાવ્યું.
સુરતમાં જ આ૦ શ્રી વિજયહીરસૂરિ, કલિકાલસર્વજ્ઞ આ૦ શ્રી હેમચંદ્રસૂરિ, ભટ્ટાશ્રી વિજયાનંદસૂરિ (પૂ. આત્મારામજી મ.), આ. શ્રી જિનદત્તસૂરિ, પૂ. મુનિશ્રી મોહનલાલજી, આ૦ શ્રી સિદ્ધસેનસૂરિ, આ. શ્રી વિજયસેનસૂરિ, આ. શ્રી કુશલચંદજી, શ્રી હુકમમુનિજી, મુનિશ્રી નીતિવિજય વગેરેની પ્રતિમા, ચરણપાદુકાઓ વિવિધ સ્થાનમાં વિદ્યમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org