________________
૧૦૦] જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ વિજયસૂરિ, આ. શ્રી વિજયસેનસૂરિની ચરણપાદુકાઓ, ૭૨ જિનપ્રતિમાઓ, તપાગચ્છના ૭ નાયકેની પ્રતિમાઓ, તપાગચ્છના ૪ ઉપાધ્યાયની ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરી હતી.
(-પ્રક. ૫૮ ) તપા–સાગર ભટ્ટા શ્રી કલ્યાણસાગરસૂરિએ સં. ૧૭૮૮ના આવે વ૦ ૭ના રોજ સુરતમાં સ્વર્ગસ્થ થયેલા ભટ્ટા, શ્રી લક્ષમીસાગરસૂરિની ચરણપાદુકાઓ હીરવિહારમાં સ્થાપન કરી હતી.
૩. સુરતના સૈયદપરાના શ્રી ચંદ્રપ્રભનું દેરાસર છે. તેની બહાર નાની દેરીમાં શ્રી હીરવિજયસૂરિની ચરણપાદુકા પ્રતિષ્ઠિત કરેલી છે. ૪. સૂર્યપુરમંડન પાર્શ્વનાથ જિનપ્રાસાદ
સં. ૧૯૭૮ના કાટ વ૦ પને ગુરુવારે પુનર્વ સુનક્ષત્રમાં સુરતમાં ઉપા) શ્રી રત્નચંદ્રગણુએ સૂર્ય પૂરમંડન પાર્શ્વનાથ જિનપ્રાસાદની તથા જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી.
મહ૦ શ્રી યશોવિજયજી ગણીવરે “સૂર્યપુરમંડન પાર્શ્વનાથનું સ્તવન” (કડી ૧૪) રહ્યું છે.
૫. સં. ૧૬૮લ્માં સુરતમાં (૧) શ્રી ઋષભદેવ, (૨) શ્રી અજિતનાથ (૩) શ્રી સંભવનાથ, (૪) શ્રી અભિનંદન (૫-૬) શ્રીધર્મનાથ, (૭) શ્રી શાંતિનાથ (૮) શ્રી કુંથુનાથ. (૯) શ્રી ચિંતામણિ પાર્થનાથ, (૧૦) શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ અને (૧૧) ઉપરવાડીમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથ–એમ ૧૧ જિનપ્રાસાદો હતા.
(–મહે. વિનયવિજયકૃત “સૂર્ય પુર ચૈત્યપરિપાટી ” કહીઃ ૧૪) ૬. સં. ૧૭૫૫માં સુરતમાં (૧) શ્રી ઋષભદેવ, (૨) શ્રી ધર્મનાથ; (૩) શ્રી શાંતિનાથ, (૪) શ્રી કુંથુનાથ, (૫) શ્રી નમિનાથ (૬) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ વગેરે જિનપ્રાસાદો પ્રસિદ્ધ હતા.
( – જ્ઞાનવિમલસૂરિકૃત “તીર્થમાલા') ૭. આ. શ્રી જ્ઞાનવિમલસૂરિએ સં. ૧૭૭૬ના ચ૦ સુ. ૧૧ ને બુધવારે, સં. ૧૭૭૦ના મહા સુદિ ૧૧ ને બુધવારે, સં. ૧૭૮૦ના વૈ૦ સુ૦ ૯ ના રોજ સુરતના જિનપ્રાસાદોમાં જુદી જુદી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org