________________
[૯૩
સત્તાવન]
ભટ્ટારક વિજયદાનસૂરિ શ્રાવિકા એ ચારે સંઘે જુદી જુદી પગપાળા શ્રી આદિનાથની યાત્રા કરી અને છ કેશની પ્રદક્ષિણ વગેરેથી પણ યાત્રા પૂરી કરી.
ભટ્ટારકજી અને સંઘ યાત્રા કરી નીચે શ્રી શત્રુંજયની તળેટીએ આવ્યા. અહીં સંઘવી પ્રેમચંદ મેદીએ ભટ્ટા) શ્રી વિજયજિનેન્દ્રસૂરિને પિતાના રથાને પધરાવી સ્નાત્ર પૂજા કરી બે શાલ ઓઢાડી. બીજા ભટ્ટા) શ્રી ઉદયસાગરસૂરિ વગેરે અને ઉપાધ્યાયને પણ સ્નાત્ર પૂજા કરી એકેક શાલ ઓઢાડી. ચતિવર્યો પણ આવ્યા હતા તે સૌનું બહુમાન કર્યું હતું અને શ્રાવક, શ્રાવિકાઓને પિતાને ત્યાં પધરાવી વામિવાત્સલ્ય કરી જમાડ્યા.
સં. પ્રેમચંદ મેદીની ટ્રકના પ્રતિષ્ઠાના ઉત્સવમાં સુરત, અમદાવાદ, પાટણ, ખંભાત, કપડવંજ, પાલનપુર, મારવાડ, કાંકરેજી વિભાગ, ઔરંગાબાદ, આગરા, બુરહાનપુર, હૈદ્રાબાદ, ભાવનગર, ભરૂચ, ઘોઘા, નવાનગર, કઠાલને પ્રદેશ, ડભોઈ, વડોદરા, પેટલાદ, મિયાગામ, જબુસર, કાવલી વગેરે અને ઝાલાવાડથી મેટી સંખ્યામાં જૈને આવ્યા હતા. સંઘપતિએ તે સૌને લાવી આદર સાથે જમાડ્યા અને ફેફલ–પાન આપ્યાં.
સંઘે ભટ્ટારકને આ ચાતુર્માસ સુરતમાં કરવા વિનંતી કરી, જય બેલાવી.
સંઘે પાલિતાણાથી પ્રયાણ કર્યું. પહેલા મુકામે શા. કેશરીચંદ લોધાએ આવી ભટ્ટારકજીને વિનંતી કરી કે આપ મારી જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી પછી પધારે. ભટ્ટારકજીએ તેમની વિનંતીને માન આપી પ્રતિષ્ઠા કરાવવા માટે ઉપાઠ શ્રી દયાલવિજયજીને પાલિતાણે પાછા મોકલ્યા.
સંઘ પાલિતાણાથી નીકળી શિહોર, ભાવનગર, ઘોઘા થઈને ભાવનગર ગયો. સુરતના ઘણા યાત્રાળુઓ ભાવનગરથી વહાણ દ્વારા સુરત ગયા. ભટ્ટારકજી, સંઘવી અને બાકી રહેલા સંઘે ભાવનગરથી પગપાળા વરતેજ, પીપલી થઈ આરો વટાવી ફા. સુ. ૧૩ ના રોજ ખંભાત પહોંચ્યા. ત્યાંથી પેટલાદ, જંબુસર, ગંધાર, ભરૂચ, અંકલેશ્વર, વરિયાવ, કતારગામ અને શેઠની વાડીના રસ્તે થઈ સુરત શહેરમાં પહોંચ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org