________________
૯૨] જૈન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ કરવાના મૂળનાયક ભ. શ્રી આદિનાથ વગેરે બધી પ્રતિમાઓની અંજનશલાકા–પ્રાણ પ્રતિષ્ઠા કરી.
(–એપિઝાફિયા ઇન્ડિકા, ભા. ૨, લેટ નં. ૪૪) એ જ આચાર્યશ્રીએ વિસં. ૧૮૪૩ના મહા વદિ પ ને બુધવારે મેંદીની ટ્રકના મોટા જિનાલયમાં તથા નાની–મેટી દેરીઓમાં મૂળનાયક ભગવ શ્રી આદિનાથ વગેરે જિનપ્રતિમાઓને પ્રવેશ કરાવી ગાદીની પ્રતિષ્ઠા–સ્થાપના કરી. આચાર્યશ્રીએ પ્રેમચંદ મોદીના જિનાલયનું નામ સર્વતૈભદ્રપ્રાસાદ રાખ્યું. પ્રેમચંદ મેદીની ટ્રકના મૂળનાયક ભગવ શ્રી આદિનાથની ગાદીમાં લેખ આ પ્રકારે છે–
“સંવત ૧૮૪૩ શાકે ૧૭૦૮ મહા સુદિ ૧૧ સોમવારે કાશ્યપ ગોત્રના, પરમાર વંશના દશા શ્રીમાલી અસલમાં રાજનગરના વતની પ્રેમચંદે ભગવાન શ્રી આદિનાથની જિનપ્રતિમા ભરાવી અને તપગચ્છના ભ. શ્રી વિજય જિનેન્દ્રસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી.”
(– ડો. બુલ્હરના લીટ્સના આધારે શ્રી. જિનવિજયજીનો “પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભા૦ ૨,”
અવલોકન પૃ. ૫૩) વિન અને શાંતિ
સેંધપાત્ર ઘટના એ છે કે, મહા સુદિ ૧૦ ને રવિવારે શ્રી શત્રુંજયતીર્થના પહાડ ઉપર જોરથી હવા ફૂંકાવા લાગી, કડકડતી વીજળી ચમકવા લાગી. વરસાદને ગજરવ થયે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડયો.
સૌ કોઈ મૂંઝાયા કે આવતી કાલે ભગવ શ્રી આદિનાથ વગેરે જિનપ્રતિમાઓની અંજનશલાકા થશે કે નહીં ? પરંતુ મહા સુદિ ૧૦ ની રાત પૂરી થતાં જ આ બધું તોફાન શાંત થઈ ગયું. અને મહા સુદિ ૧૧ ને સેમવારે ભટ્ટાશ્રી વિજય જિનેન્દ્રસૂરિએ ઘણું આનંદથી ભગવ શ્રી આદિનાથ વગેરે જિનપ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરી. સંઘમાં ઘણે આનંદ વતી રહ્યો.
પછી તે સંઘ અહીં વધુ રોકાયે. સાધુ, સાધ્વી, શ્રાવક અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org