________________
૮૬] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ તે પૈકીના ભટ્ટા, શ્રી પુણ્યસાગરસૂરિ અને ઉપા. શ્રી જ્ઞાનસાગર ગણી પાલનપુરથી પાછા વળ્યા હતા.
જ્યારે પંન્યાસ શ્રી અમૃતાનંદગણુના મુનિશ્રી વિમલજી આબૂ આવીને સંઘની સાથે ચાલ્યા હતા.
વળી, તપાગચ્છની સંવેગી શાખાના મુનિવર પં. શ્રી ઉત્તમવિજયજી ગણી વગેરે મુનિવરે રાધનપુરથી સંઘની સાથે થયા હતા.
આ સંઘમાં સુરત, પાટણ, દમણ, દીવ, વ્યારા, સોનગઢ, રાનેર, વરિયાવ, જંબુસર, પાદરા, દશપરા, કોરાબ, આછોદ, આમેદ, ચાંપાનેર, ખંભાત, બેરસિદ્ધ, પેટલાદ, મહુધા, કપડવણજ,સતરુ, નડિયાદ, વૈરાટનગર, કટોસણ, સાણંદ, બહિયેલ, કડી, ભાવનગર, ઘોઘા, પાલિતાણા, જૂનાગઢ, વાવ, થિરા, સાથલપુર (સાંતલપુર), વગેરે ગામેના નાના-મોટા જૈન સંઘ તથા છૂટક જૈન વગેરે આવીને જોડાયા હતા.
આ સંઘે વિવિધ જૈન તીર્થો અને મોટાં નગરોની યાત્રા કરી હતી. સંઘ સં. ૧૮૨૧ના માગ વ. ૨ ના દિવસે સુરતથી નીકળી અનુક્રમે કતારગામ, કઠોર, ચેકી, પાલી, અંકલેશ્વર, રેવાતટ, ભરુઅચ્છ(દેરાસર૦ ર૭), છાણી (દેરા૦ ૫), અડાસ, કરમસદ (શાંતિ જિનમંદિર ૧), ખેડા (રેરા૧), ઉપપુર (વાસ) (દે. ૧), વહુઆ, સરલપુરા (શ્રી મુનિસુવ્રત
સ્વામિ દેરા૦ ૧), પિષ વદ ૧ અગર ૧૦ રાજનગર – શ્રીનગર– રાજકૂંગ – અમદાવાદ (મેટાં દેરા- ૬૮, કુલદરા ૩૦૧), નરુડ (શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ દે૧), વળાદ, પેથાપુર (દે. ૧), માણસા (દે. ૧) કુકરવાડા (દે. ૧), કડી દે. ૨) વીસનગર (દ. ૬), ગૂંજા (દે. ૧), વડનગર (દે. ૧૦), સિંહપુર (દે૨), તારંગાતીર્થ, ખેરાલુ (દે. ૧), વડગામ (દે. ૧) વગદા સમી (દે. ૧), આણંદપુર (દે. ૧), મગરવાડા (શ્રી માણિભદ્ર યક્ષેક મંદિર ૧), પાલનપુર (દ. ૨૩), ભૂતડી, દાંતીવાડા (દે૧), હણુદ્રા (દે. ૧) ફા. સુત્ર ૭ શનિવારથી ફા૦ સુત્ર ૧૫ આબુતીર્થ (દે. ૫), ફાટ વ૦ ૧ ઢકાપુર (દે. ૧), ધવલી (દેવ ૧), ભટાણા (દે. ૧), પાલનપુર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org