________________
સત્તાવન ] ભટ્ટારક વિજયદાનસૂરિ
[ ૮૧ કણુ માફક ખટકતો હતો. અમલદારે તે ઈચ્છતા હતા કે પ્રસંગ આવે ભણશાલીને ઉખેડી નાખો. એવા બે પ્રસંગે ઉપસ્થિત થયા.
(૧) મદન ગોપાલ –એ ઉત્તર ભારત માટે શરીફ હતો. આજે તેના નામને દિલ્હીમાં મહોલ્લો છે અને અમદાવાદમાં એની હવેલી પ્રસિદ્ધ છે. તે ફિરોજ ગિઝની સાથે અમદાવાદમાં ખજાનચી તરીકે આવ્યો હતો. તેના માણસ હરિરામે સં. ૧૭૭૧ (ઈ. સ. ૧૭૧૪)ની હળીમાં અમદાવાદમાં એક મુસલમાનની છેડતી કરી, આથી મુસલમાને એકત્ર થઈ મદનગોપાલની હવેલી બાળવા માટે ઊપડ્યા. તે ટેળું ઝવેરીવાડમાં આવ્યું કે તરત કપૂરચંદ ભણશાલીએ ઝવેરીવાડના દરવાજા બંધ કરી પોતાના સૈનિકોને મુસલમાન ટોળા ઉપર બંદૂકની ગોળીઓ છોડવા હુકમ કર્યો. સૂબાએ નગરના મેટા આગેવાનોને સાથે રાખી વચ્ચે પડી રમખાણ શાંત પાડયું.
આ મામલાની હકીકત દિલ્હીના બાદશાહ પાસે પહોંચી. બાદશાહે કપૂરચંદ ભણશાલીને પકડાવી કેદમાં પૂર્યા. મુસ્લિમ મુલ્લાએ લાગવગ વાપરી તેને છોડાવ્યો. છૂટીને અમદાવાદ આવ્યો ત્યારે લોકોએ એને પ્રશંસાનાં પુષ્પોથી વધાવ્યો. આ પ્રસંગને ઉદ્દેશીને એ વખતે અમદાવાદમાં રાસડો જોડાયો હતો કે – “હાર્યો હાર્યો મદનગોપાલ, જીત્ય જીત્યો કપૂરશા ઓશવાલ.”
વિ. સં. ૧૭૭૧ (ઈ. સ. ૧૭૧૪-૧૫)માં સાબરમતી નદીમાં પૂર આવ્યું તેથી અમદાવાદને ઘણું વેઠવું પડ્યું.
(૨) અનૂપસિંહ ભંડારી - દિલ્હીને બાદશાહ ફરુખશેઅર સં. ૧૭૭૬ (ઈ. સ. ૧૭૧૯)માં સિયદોના હાથે મરાયો. પછી ગુજરાતના સૂબાઓ પણ બદલાયા. રાજા અજિતસિંહ સને ૧૭૨૦માં અમદાવાદને સૂબે બન્યો. તેણે ગુજરાતની વ્યવસ્થા માટે અનૂપસિંહ ભંડારીને પોતાના વતી અમદાવાદ મોકલ્યા. અનૂપસિંહ ભંડારી ઓશવાલ જૈન હતો. રાજવ્યવસ્થામાં અતિકુશળ હતો. પિતાના કાર્યની આડે આવનારની સામે કડક હાથે કામ લેતાં તે પાછી પાની કરે એવો નહોતે. અમદાવાદના જૂના અમલદારોએ “કાંટાથી કાંટા નીકળે ” એ કહેવત અનુસાર કપૂરચંદ ભણશાલી વિરુદ્ધમાં અનૂપસિંહના કાન ભંભેર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org