SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ઢંઢણબંદર ગામ, મેતલી, થાણા, લલિયાણા, પીપળિયું, નાવલિયાઢેલી અને ધંધુકા થઈ ધોળકા પહોંચી ગયો. અમદાવાદ, પાટણ અને ખંભાતના નાના સંઘો અહીંથી છૂટા પડ્યા. સંઘવી પ્રેમજી પારેખન સંઘ સીધા રસ્તે થઈ સુરત જઈ પહોંચ્યો. આ સંઘનું વર્ણન નીચેના ગ્રંથોમાં આલેખાયેલું મળે છે – (૧) પં. સુખસાગર ગણું કૃત ‘પ્રેમવિલાસરાસ” કડી = ૪૫. (૨) પં૦ અમરવિજય ગણું કૃત “સંઘપતિ પ્રેમજીને સલેકે ગ્લ૦ ૧૬૧ થી ૨૪૧. (૩) શીઘ્રકવિ મહે. ઉદયરત્ન ગણકૃત “સિદ્ધાચલમંડન ઋષભદેવ સ્તવન’ ઢાળ : ૯ (૪) ઉપા. દેવચંદ્ર ગણું શિષ્ય પં. મતિરત્ન ગણીકૃત “સિદ્ધાચલ તીર્થમાળા” સં. ૧૮૦૪ એક લેખ મળે છે.– “શા. પ્રેમજી ચૂલી અટકાવી વિશા શ્રીમાળીએ સં. ૧૭૮૮ના મહાસુદિ ૬ ને શુક્રવારે શત્રુંજય તીર્થમાં તપાગચ્છના ભટ્ટા. શ્રી સુમતિસૂરિના હાથે ભ૦ શ્રી ચંદ્રપ્રભની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી.” (– એપીગ્રાફિયા ઈડિકા ભા. ૨, પ્રક. ૬ લેખ નં. ૩૭) કપૂરચંદ ભણશાળી તથા અનુપસિંહ ભંડારી – કપૂરચંદ ભણશાલી અમદાવાદને ઓશવાળ જૈન હતે. મેટે ધનાઢય અને જૈન સંઘને અગ્રણી હતા. દિલ્હીના બાદશાહ ફરુખશેઅર (સં. ૧૭૭૦ ના મહાવદિ ૧૦થી સં. ૧૭૭૫ના ફા. સુર ૯) ને તે માનીત મહાજન હતો. ખેજા હજીર (હમીર) સૂબાનો દીવાન હતો. શ્રો અને વીર હતો. કોઈ માનવી તેની આજ્ઞા ઓળંગી શકતો નહોતો. જે તેને વિરોધ કરે તેને જગદીશ રૂઠો” એમ સમજવું. જે નમતા આવે તેની તે કદર કરતો – ભેટ, ઈનામ પણ આપતો. પ્રજા ઉપર કઈ જુલમ થાય તો જુલમ કરનારની સામે તે ઝૂઝતો હતો; છતાં તે ધર્મપ્રેમી શ્રાવક હતા. વળી, વટનો કટકો હતો તેથી તે પોતાનું ધાર્યું કરતો હતો. રાજ્યના અમલદારો પણ તેનાથી ડરતા. આથી તે સૌને આંખના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy