________________
આનંદની પ્રથમ પળે
“જૈન પરંપરાને ઇતિહાસ” ગ્રંથને આ ચેાથે ભાગ વિદ્વાને અને વાચક સમક્ષ પ્રસ્તુત કરતાં હું ગૌરવ અનુભવું છું. બે વર્ષ પૂર્વે પાલિતાણામાં અપસમયની સ્થિરતા દરમ્યાન પ૦પૂ. પંન્યાસપ્રવરશ્રી સૂર્યાસાગરજી મના શિષ્યરત્ન મુનિશ્રી મિત્રાનંદસાગરજી મહારાજે મને પ્રેરણા કરી કે વર્ષોથી અપ્રકાશિત આ ગ્રંથના ચેથા ભાગનું પ્રકાશન કરવાની ખાસ જરૂર છે. ઇતિહાસપ્રેમીઓ, વિદ્વાનો અને વાચકો તરફથી પણું વારંવાર આ કાર્ય અંગે પ્રેરણું થતાં ચોથા ભાગના પ્રકાશન અંગે મેં ગંભીરતાથી વિચાર્યું અને મુંબઈ આવ્યા પછી ગ્રંથ પ્રકાશન અંગે સક્રિય રીતે પ્રયત્ન શરૂ કર્યો.
સામાન્ય રીતે ઉત્તમ ગ્રંથોના પ્રકાશન માટે દાતાઓ મળવા દુર્લભ હોય છે; પરંતુ પૂ૦ પરોપકારી ત્રિપુટી ગુરુદેવની કૃપાથી વાત જાહેર થતાં જ ગ્રાહકો અગાઉથી જ ઊભા થઈ ગયા. પરિણામે આ અમૂલ્ય ગ્રંથ આજ આપની સમક્ષ પ્રસ્તુત થાય છે.
આ ગ્રંથની પ્રેસ કોપી પંડિત અંબાલાલ પ્રેમચંદ પાસેથી પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી “જન ” પત્રવાળા ગુલાબચંદ દેવચંદભાઈના સુપુત્ર ભાઈ મહેદ્રને સૈપાયેલ અને આ પ્રકાશનમાં તેમણે બધાને સાથે જોડી ગુરુદેવના કાર્યને સાકાર કરેલ છે.
આ ગ્રંથનું મૂળ લખાણ સાથંત વાંચી જઈને ૫૦પૂ. પંન્યાસ પ્રવરશ્રી અભયસાગરજી મ. સાપે જે લાગણી દર્શાવી છે જે વર્ણવવા મારી પાસે શબ્દો નથી.
મુનિશ્રી મિત્રાનંદસાગરજીએ પણ ગ્રંથપ્રકાશનની જવાબદારી અનેક વારની આનાકાની છતાં માથે લીધી અને આ કાર્ય સમયસર પાર પાડી આપ્યું એ બદલ એમને પણ આભાર માનું છું. એ સિવાય પં. અંબાલાલ પ્રેમચંદ શાહ (અમદાવાદ), શ્રી હર્ષદભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org