________________
૭૮] જેન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ સમયે ત્યાં વરસાદ થયે. ઉપા) શ્રી ઉદયરત્ન પિતાના “શત્રુંજય ભેટો રે” સ્તવનમાં આ ઘટનાની નેધ લીધી છે.
આ સંઘમાં ૪ જૈનાચાર્યો, ૩૦૦ મુનિવરો, ૪૦૦ ગવૈયા-ભોજકે અને ૧૭૦૦ ગાડાં હતાં.
શત્રુજ્ય ઉપર હમેશાં રાત્રપૂજા, સત્તર ભેદી પૂજા, વાજિંત્રોગીત અને દાંડિયારાસની રમઝટ સાથે ભણતી હતી. દાદાને નિત આંગી ચડાવાતી. સંઘને પડાવ નીચે લલિતા સરોવરના કિનારે હતો પણ ઘણું યાત્રાળુઓ હમેશાં ઉપર ચડતા હતા અને સાંજે નીચે આવી જતા હતા.
પાલિતાણું નગરમાં પણ ભાગ શ્રી આદીશ્વરના જિનાલયમાં નિત્ય પૂજા, આંગી અને રાત્રિજ–ભાવના બેસતી અને પ્રભાવનાઓ થતી રહેતી. મુનિઓનાં રોજ વ્યાખ્યાન પણ ચાલુ હતાં.
સંઘમાં સાથે ત્રણ–ચાર નાના સંઘે ભળેલા હતા તેમ બીજા લગભગ ૩૬૦ ગામેના જેને હતા.
પાલિતાણાના ઠાકર કાંધાજીએ સં. ૧૭૦૭માં શેઠ શાંતિદાસ, શેઠ રતના સૂરા અને તપાગચ્છની પેઢી સાથે તીર્થના રપાન કરાર કર્યો હતો.
(પ્રક૪૪,) સંઘપતિ પાલિતાણાના ઠાકરને કરાર મુજબ રકમ આપવા તૈયાર હતા પણ તેમાં ગરબડ ઊભી થઈ. પાલિતાણુના યુવરાજ પૃથ્વીરાજને સુરતી લાલાને માતબર સંઘ જોઈને લોભ લાગ્યો અને કરારનો ભંગ કરી વધુ રકમ લેવાની ઈચ્છા દર્શાવી.
યુવરાજ પૃથ્વીરાજે વૈશાખી અમાવાસ્યાના દિવસે સંઘપતિ પાસે જઈ મુંડકાના રૂા. ૧૬૦૦૦ સોળ હજાર માગ્યા. કપૂરચંદ ભણશાળીએ સાફ સંભળાવી દીધું કે એક પાઈ પણ નહીં મળે. આ રકમ માટે ભાંજગડ ચાલી.
પાલિતાણાના વેપારી વાણિયા અને બારોટો વચ્ચે પડ્યા. રકમ ઘટતાં ઘટતાં રૂા. ૬૦૦૦ છ હજાર અને છેવટે ત્રણ હજાર સુધી આવીને અટકી પરંતુ મામલો સુધર્યો જ નહીં. આ ભાંજગડમાં છ દિવસે પસાર થઈ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org