________________
૭૬] જેન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ (૧) અમદાવાદથી કપૂરચંદ ભણશાળીએ સંઘ કાઢયો. તેમાં નગરશેઠ શાંતિદાસ ઝવેરીના વંશના શેઠ હીરજી ઝવેરી, શેઠ રતનાસૂરા, શા. વર્ધમાન, શા. નિહાલચંદ સેની, શાઇ હરખચંદજી વગેરે તથા પાટણના અને ખંભાતના જૈનને પણ સાથે લીધા હતા.
(૨) ખંભાતથી જેનોની ટોળી. (૩) પાટણથી જેનોની ટોળી.
ધોળકાથી પાલિતાણા જવાને રસ્તો ભય ભરેલો હતો. કારણ કે કાઠીઓ ધાડ પાડી સંઘને અને યાત્રાળુઓને લૂંટી લેતા હતા. આથી સંઘને અહીંથી સંઘરક્ષાની પાકી વ્યવસ્થા કરવી પડતી હતી.
કપૂરચંદ ભણશાળીએ આ સંઘની રક્ષા માટે પાક બંદોબસ્ત કર્યો હતો. સંઘની સાથે બંદૂકધારી આરબાની બાદશાહી ફોજ હતી, જેમાં ૪૦૦ ઘેડેસવારો અને પ૦૦ પગપાળા સૈનિક હતા. કપૂરચંદ ભણશાળી રસ્તાનાં ગામોમાં જે જે રાજાની સરહદમાં જાય તે તે રાજાને જ સંઘના વળાવા તરીકે સાથે લઈ લેતા અને તેમની સરહદ પૂરી થતાં તે તે ઠાકોરને શિરપાવ આપી વિદાય કરવામાં આવતા.
કપૂરચંદ ભણશાલીએ સૈનિકે તથા યાત્રાળુઓને સૂચવી દીધું હતું કે કાઠીઓ આવે તો તેમને જોરદાર સામનો કરો. સામનો - કરનારને ઈનામ, પગાર કે આજીવન સવલત આપવાની બાંહેધરી પણ આપી હતી. - આ સૂચનાઓ સાથે મક્કમ પગલે સંઘ ધોળકાથી નીકળ્યો. સંઘે (૧) ધોળકા, (૨) ગાંગડ, (૩) બરોલ, (૪) ધંધુકા, (૫) નાવલ વાઢેલા, (૬) લાલિયાણુ, (૭) ધારુકુ, (૮) સુરા-સણોસરા, (૯) ઢંઢણ–બદરગામ, અને (૧૦) પાલિતાણા.
આ દિવસે દરમિયાન સંઘને લૂંટવા માટે કાઠીઓએ ધાડ પાડી હતી પરંતુ ભણશાલીની રક્ષણ વ્યવસ્થાના કારણે તેઓ ફાવ્યા નહીં.
ધંધુકા પછીના પડાવથી સંઘ જ્યારે ઊપડ્યો અને નાવલ વાઢેલા જવાનો હતો ત્યાં રસ્તામાં ધાડપાડુઓ ત્રાટક્યા. મારામારી
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org