________________
૭૪] જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ સુરતના સંઘપતિઓ –
સુરતના ઘણું જેનેએ સંઘપતિ બની વિવિધ જૈન તીર્થોના છ'રી પાળતા યાત્રાસંધે કાઢયા હતા, જેમાં અનેક ઐતિહાસિક પ્રસંગો બન્યા હતા. સંધપતિ પ્રેમજી પારેખ –
તેઓ સુરતના વતની શેઠ રાવજી અને તેમનાં પત્ની ગમતાદના પુત્ર હતા. તેમને (૧)...અને (૨) નવીબાઈ નામે બે પત્નીઓ હતી.
સંઘપતિ પ્રેમજી પારેખ સં. ૧૭૭૦માં તપાગચ્છની વિમલશાખાના આ. શ્રી જ્ઞાનવિમલસૂરિના ઉપદેશથી સુરતથી શ્રી શત્રુંજય મહાતીર્થને છરી પાળ – પગપાળા યાત્રા સંઘ કાઢો હતો.
આ સંઘમાં ચાર તાંબાર જૈનાચાર્યો અને બીજા મુનિવરે વગેરે આ પ્રમાણે હતા –
(૧) આ. શ્રી જ્ઞાનવિમલસૂરિ.
(૨) તપાગચ્છીય આ. શ્રી વિજયદેવસૂરિ સંઘના સાગર શાખાના તપાગચ્છીય વડી પાષાળમાં રહેલા ભટ્ટાશ્રી લક્ષ્મીસાગરસૂરિ. તેઓ સંઘમાંથી પાછા વળી અમદાવાદમાં ચાતુર્માસ રહ્યા હતા.
(૩) તપાગચ્છીય ભટ્ટા. શ્રી વિજય રત્નસૂરિ અથવા ભટ્ટા) શ્રી ઋદ્ધિસાગરસૂરિ અથવા અંચલગચ્છીય આ૦ શ્રી અમરસાગરસૂરિ. આમાંના કેાઈ આચાર્ય સંઘમાં સાથે હતા.
તપાગચ્છના ભટ્ટા, શ્રી વિજયદેવસૂરિના શિષ્ય (૬૨) મહ૦ શ્રી લાવણ્યવિજય ગણીવરની પરંપરાના (૬૩) પં. શ્રી લક્ષમીવિજય ગણી અને તેમના શિષ્ય (૬૪) પં. શ્રી અમરવિજય ગણું વગેરે આ સંઘમાં સાથે હતા.
આ બધા સંઘમાંથી પાછા વળી સં. ૧૭૭૦માં નડિયાદમાં ચાતુર્માસ કર્યું હતું. પં. શ્રી અમરવિજય ગણીએ સં. ૧૭૭૦ના ચાતુર્માસમાં નડિયાદમાં “સં. પ્રેમજીને સલોકે’– લે૧૬૧, ગ્રં૦ ૨૪૧ રચ્યા.
( ૪) તપાગચ્છની રત્નશાખાના (૬૦) શ્રી હીરરત્નસૂરિની પરંપરાના (૬૩) ભટ્ટાશ્રી દાનરત્નસૂરિના શિષ્ય (૬૪) ૫ ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org