________________
સત્તાવન] - ભદારક વિજયદાનસૂરિ
[ ૭૩ વેશ્યાની જાતિમાં વડી હોય તે અક્કો કહેવાય છે. તે બનવા જોગ છે કે અક્કાનગર, અક્કનગર અને સુરત એમ નામ પડ્યાં હાય.
બાદશાહ અકબરે સુરતને જીતી લઈ ગેપીને જ સુરતને મંત્રી બનાવ્યો હોય. અને તે બાદશાહ જહાંગીરના સમયમાં પણ મંત્રી રૂપે ચાલુ હોય.
મંત્રી ગોપી નાગરે સુરતમાં સં. ૧૬૮૭ના મેટા દુકાળમાં જનતાને ભારે મદદ કરી હતી. તેણે વિવિધ લોકોપયોગી સ્થાને તેમ જ ધર્મસ્થાન બનાવ્યાં હશે. મંત્રી ગેપીએ પોતે અગર તેની પ્રેરણાથી જનસંઘે સુરતમાં સૂર્યપુરમંડળ પાર્શ્વનાથનું જિનાલય બંધાવવું શરૂ કર્યું હતું. મંત્રી ગોપીએ અથવા તેના પરિવારે વિ.સં. ૧૬૭૮ના કાવટ ૫ના રોજ ભટ્ટાશ્રી વિજયસેનસૂરિ અથવા તેમની આજ્ઞાના ગીતાર્થ મુનિવરના હાથે જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરાવી હશે.
ઈતિહાસ કહે છે, સુરતના નાગર વાણિયા જૈન હતા. કેમકે સુરતના નાગર વાણિયા શેઠ સુંદરજી નાગરે વિ.સં. ૧૭૩૬માં વીશસ્થાનક વ્રતતપ શરૂ કર્યું. તપાગચ્છની વિમલશાખાના ભટ્ટા, શ્રી. જ્ઞાનવિમલસૂરિએ સં. ૧૭૬૬ના પ૦૦૦ ૮ને બુધવારે શેઠ સુંદરજી માટે વીશસ્થાનકનું નવું સ્તવન બનાવ્યું.
વળી, શેઠ સુંદરજી નાગરની ભાર્યા અમૃતબાઈ એ સં. ૧૭૬૬ કે સં૦ ૧૭૭૬ના મહા સુદિ ૧૧ને બુધવારે આ. શ્રી જ્ઞાનવિમલ. સૂરિના હાથે ભગ0 શ્રી શાંતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. આચાર્યશ્રીએ પણ તે જ દિવસે ભગ) શ્રી શાંતિનાથનું સ્તવન રચ્યું.
(“સૂર્યપુરને સુવર્ણયુગ' પૃ૫૪, ૫૫) આ રીતે સમન્વય સાધતાં સુરતને ઈતિહાસ વ્યવસ્થિત બને છે.
તે પછી સને ૧૬૮૧ (સં. ૧૭૩૭)માં સુરતને કેટ બન્યો. સને ૧૯૮૪માં સુરતમાં મરકીને રોગચાળો ફાટી નીકળ્યો, જેમાં રેજના લગભગ ૩૦૦ માણસેનાં મરણ થતાં હતાં.
સને ૧૭૯૨માં સુરતમાં હિંદુ-મુસલમાનનું હુલ્લડ થયું. સને ૧૮૬૪માં સુરતમાં રેલવે આવી, ને સ્ટેશન બંધાયું ત્યારથી સુરત અને મુંબઈ વચ્ચે વ્યવહાર જેડા. સને ૧૮૬૮માં મેટું સૂર્યગ્રહણ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org