________________
૮૭૨
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આ તીર્થની રક્ષા કરવાનો નિર્ધાર કર્યો. તેણે “મુસલમાની અસુરને ઉપદ્રવ થાય ત્યારે ઉપદ્રવ હટાવવાની જવાબદારી લીધી ” આથી તીર્થરક્ષક દેવની સમ્મતિથી જેનેએ ત્યાં જ ર ારશા પીરની દરગાહ બનાવી, અને તેને પ્રસન્ન રાખવા ધૂપ, દીપ, ફળ વગેરે વિધિ બેઠવ્યો. આ રીતે સં. ૧૫૫માં શત્રુંજય તીર્થ ઉપર જેનેના તાબાની અંગારશા પરની પીરની દરગાહ બની હતી, જે હાલ ત્યાં વિદ્યમાન છે. સુબે અને કડાઈ પાટણ ગયા. જેનેએ વેતામ્બર આચાર્યોએ બતાવેલ વિધિ મુજબ શંત્રુજય તીર્થને દૂધ ધારાથી અભિષેક કર્યો.
(વીર વંશાવલી–વિવિધ ગચ્છીય પદ્દાવલી સંગ્રહ પૃ૦ ૨૨૦) બીજા દે
અંગારશા પીરની દરગાહ શત્રુંજય તીર્થ ઉપર કેમ બની? આ અંગે બીજી પણ વિવિધ લોક વાતો મળે છે.
વાસ્તવમાં ગમે તે હો પણ બુદ્ધિમાને માને છે કે- અંગારશા પીરની દરગાહ તે તીર્થરક્ષા માટે શેધી કાઢેલી યુક્તિ છે. મુસલમાને હિન્દુતીર્થો તથા જૈનતીર્થો તોડતા હતા. માત્ર તેઓ મુસલમાની દરગાહને દેખી તેની રક્ષા માટે કે તેના માન ખાતર તીર્થોને તેડતા ન હતા. આથી જેનેએ ઘણું તીર્થોમાં મુસલમાની ધર્માધ હુમલાથી બચવા માટે આવનારને પ્રત્યક્ષ નજરે પડે તેમ જૈનતીર્થોમાં મુસલમાની દરગાહ રાખતા હતા. સંભવ છે કે અહીં પણ તેમ બન્યું હોય.
શોએ પણ શિવાલયના રક્ષણ માટે આ નીતિ અખત્યાર કરી હતી. કેમકે ચાણસ્મા પાસે કંઈ તીર્થમાં સોમનાથ મહાદેવના પ્રાચીન શિવાલયમાં આવી દરગાહને આકાર સ્પષ્ટ દેખાય છે.
શત્રુંજય પહાડ ઉપર તીર્થભૂમિમાં જૈન મંદિરે છે, તેના ઘેરાવાની ઉત્તરમાં અંગારશા પીરની દરગાહ છે. અને દક્ષિણમાં શિવાલય છે.
શેઠ શાન્તિદાસ ઝવેરીએ શત્રુંજયને કિલ્લે બનાવ્યું. ત્યારે અથવા, શેઠ વખતચંદ ઝવેરીએ તેને જીર્ણોદ્ધાર કર્યો ત્યારે તેઓએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org