________________
૮૪૧
પંચાવનમું ]
આ૦ હેમવિમલસરિ દર્શન કર્યા વિના ભેજન નહીં લેવાની પ્રતિજ્ઞા કરી, તપ આદર્યું અને યાત્રા કરવા ચાલ્યું. તે સાતમા દિવસના ઉપવાસે પાલનપુર અને સિદ્ધપુરની વચ્ચે મગરવાડામાં આવ્યું. ત્યાં તે વખતે ગામ ન હતું. ત્યાં તેને ભિલેએ લૂંટી લીધો. અને મારી નાખે, મરતી વખતે તે સિદ્ધાચલના ધ્યાનમાં અને પંચપરમેષ્ઠીના ધ્યાનમાં આરુઢ થયે હતું, તેથી તે મરીને મણિભદ્રવીર તરીકે ઘણું દેવને ઉપરી થયો.
એ સમયે ખંભાતમાં ખરતરગચ્છ અને તપગચ્છના યતિઓમાં મતભેદ થતાં ઝગડે થયો અને ખરતરગચ્છના યતિઓએ ભરવાની આરાધના કરી તપગચછના યતિઓને મારી નંખાવ્યા. આથી ૫૦૦ યતિઓ માર્યા ગયા. આથી આઠ આણંદવિમલસૂરિએ પાલનપુર તરફ વિહાર કર્યો. તેઓ મગરવાડાની ઝાડીમાં ઉતર્યા. ત્યાં રાત્રે આ આણંદવિમલસૂરિ ધ્યાન ધરતા હતા. તેમની પાસે માણેકચંદ શેઠે આવીને દર્શન દીધાં. સૂરિએ તેને ઓળખે. માણેકચંદ શેઠે પિતાના મરણને વૃત્તાંત કહ્યો, અને મણિભદ્રવીર તરીકે પોતાની ઉત્પત્તિ વિશેની હકીકત કહી. દેવે તેમની સેવાચાકરી કરવા યાચના કરી.
આ૦ આણંદવિમલસૂરિએ કહ્યું “ખરતગચ્છના યતિઓએ ભૈરવને આરાધી અમારા ગચ્છના સાધુઓનો નાશ કરવા તેને મૂકે છે, તેનું નિવારણ કરો. તપગચછના આચાર્ય, સાધુઓ, યતિઓ વગેરેને સહાય કરે. મણિભદ્રવીરે કહ્યું, “હું આપની સેવામાં હાજર રહીશ અને ભરવને ઉપદ્રવ ટાળીશ, પણ મારી એક માગણી છે કે, તપગચ્છના ઉપાશ્રયમાં તથા દેરાસરમાં મારી મૂર્તિની સ્થાપના કરવામાં આવે. સૂરિએ કહ્યું કે “તમને તપગચ્છના અધિષ્ઠાયક તરીકે સ્થાપવામાં આવે છે.”
તેજ જગ્યાએ “મણિભદ્રવીરની સ્થાપના” કરવામાં આવી. તે સ્થાન મગરવાડા તરીકે પ્રસિદ્ધ થયું. મણિભદ્રવીરે ભૈરવને વારી ઉપદ્રવ દૂર કર્યો. મણિભદ્રવીરના કહેવા પ્રમાણે ભૈરવ શાંત થયો.
તપગચ્છના આચાર્યો જે નવા “પાટ” પર બેસતા તે ત્યાં પ્રથમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org