________________
૮૧૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સાધુ
જૈનસમાજમાં ભરયુવાનીમાં સજોડે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેનાર શ્રાવક “સાધુ” તરીકે ઓળખાય છે. તેમના પિતા એવા સાધુ હતા. પરિચય
પં. દેવવિમલગણિ પં. સિંહવિમલગણિના મુખ્ય શિષ્ય હતા.
પં. દેવવિમલગણિએ આ આનંદવિમલસૂરિના વરદ હસ્તે દીક્ષા લીધી હતી. તે સમર્થ વિદ્વાન અને મેટા કવિ હતા. આ૦ હીરવિજયસૂરિ સં૦ ૧૬૩લ્માં ફતેપુરસિકી પધાર્યા ત્યારે પં. દેવવિમલગણિ પણ પોતાના ગુરુદેવની સાથોસાથ ફતેપુરસિદ્ધી પધાર્યા હતા. તેમણે જગદ્ગુરુના જીવનની ઉપકારઘટના પિતાની સગી આંખે જોઈ હતી. આથી તેમણે જગદ્ગુરુનું જીવનચરિત્ર રચવા નિરધાર કર્યો. મહાકાવ્ય
તેમણે પ્રથમ “હીરસુંદરકાવ્ય” સર્ગઃ ૧ બનાવ્યું. તે પછી “હીરસૌભાગ્યમહાકાવ્ય” સર્ગઃ ૧૭, શ્લ૦ ૨૭૮૮ બનાવ્યું, અને તેમણે જ તેના ઉપર પજ્ઞ ટકા “સુખધાવૃત્તિ ગ્રંથ ૬૦૦૦ બનાવી. આ ટીકા તેમણે ભ૦ વિજયસેનસૂરિ (સં. ૧૬૫ર થી ૧૬૭૨)ના રાજ્યમાં અને આ૦ વિજયદેવસૂરિના યુવરાજકાળમાં (સં. ૧૬૫૬ થી ૧૬૭૨) બનાવી હતી.
મહેર કલ્યાણુવિજયજી ગણિવરના શિષ્ય ઉ૦ ધનવિજયગણિએ આ કાવ્યનું સંશોધન કર્યું હતું, તેમણે આ કાવ્યમાં પિતાને અનુભવ ઇતિહાસ રજૂ કર્યો છે. (–હીરસૌભાગ્ય મહાકાવ્ય પ્રશસ્તિ)
એક ઉલેખ એ મળે છે કે, પં. વિજયવિમલગણિના શિષ્ય પં. વીરવિદ્યાવર એટલે ઉપાય વિદ્યાસાગરગણિ વગેરે ૫૦ દેવવિમલગણિના “વિદ્યાશિ” હતા, જેમણે “હીરવિજસૂરિ સલેકે” ૦ ૧૨ બનાવ્યું હતું.
૬૦ પં. માણેકવિમલગણિ-પંકીર્તિવિમલગણિ
પં. માણેકવિમલગણિએ સં૦ ૧૭૧૪ના કા. શુ. ૧૦ ને ગુરુવારે સામી ગામમાં “શાશ્વતજિનસ્તવન” કડીઃ પ૦ બનાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org