________________
પૂનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ એમદેવસૂરિ ૬૪
૬૩. આ વસ્તુપાલસ્વામી–તે નાગેરના શાહ મહારાજ કડવાણી અને તેની પત્ની હર્ષદેવીના પુત્ર હતા. તેણે નાગોરમાં દીક્ષા લીધી. ૭ વર્ષ ગચ્છનાયકપદે રહી, ૨૭ દિવસનું અનશન કરી, મેડતામાં સ્વગમન કર્યું.
૬૪. આ. કલ્યાણુસૂરિ–તે રાજલદેસરના શા. શિવદાસ સુરાણા અને તેની પત્ની કુસમાદેવીના પુત્ર હતા. તેણે બિકાનેરમાં દીક્ષા લીધી, નાગારમાં આચાર્યપદ સ્વીકાર્યું. ૨૪ વર્ષ ગચ્છનાયકપદે રહી ૮ દિવસનું અનશન કરી, લાહેરમાં સ્વર્ગવાસ કર્યો. તે બહુ પ્રતાપી હતા. તેમણે એકને દીક્ષા આપી. અને ગ૭ની વૃદ્ધિ કરી.
પ. આ૦ ભેરવસ્વામી–તે નાગોરના સૂરવંશના શાત્ર તેજશી અને તેની પત્ની લક્ષ્મીદેવીના પુત્ર હતા. તેમનાં જન્મ, દીક્ષા અને આચાર્યપદ નાગારમાં થયાં. તેમણે ૧૨ વર્ષ સુધી ગચ્છનાયકપદે રહી, ૮ દિવસનું અનશન કરી, શુદ્ધ સંયમ પાળી, સેજમાં સ્વગંગમન કર્યું. તેમને ભૈરવ યક્ષ પ્રસન્ન હતા. તેમના આશીર્વાદથી નાગરના ગહિલડા ગેત્રને શા. હીરાચંદ વગેરે પૂર્વ દેશમાં જઈ ધનવાન બન્યા. શેઠ હીરાચંદ ગહિલડાના વંશમાં જગતશેઠ થયા. શેઠ હીરાચંદે બાદશાહ ફરુખશિયરને ઘણું ધન આપ્યું તે વાત ઈતિહાસ પ્રસિદ્ધ છે. (--જૂઓ પ્રક. ૪૪ પૃ૦ ૧૦૭, પ્રક. ૫૮-૫૯)
૬૬. આ૦ નેમિદાસ–તે બિકાનેરના સૂરવંશના શા. રાયચંદ અને તેની પત્ની રાજનાદેવીના પુત્ર હતા. તેણે બિકાનેરમાં દીક્ષા લીધી. નગરમાં સૂરિપદ સ્વીકાર્યું અને ૧૭ વર્ષ ગચ્છનાયકપદે રહી ૭ દિવસનું અનશન કરી ઉદયપુરમાં કાળ કર્યો
૬૭ આ૦ આસકરણ–તે મેડતાના સૂરવંશીય શા. લધુમલ અને તેની પત્ની તારાજીના પુત્ર હતા. તેમણે નાગરમાં દીક્ષા લીધી આચાર્યપદ સ્વીકાર્યું અને ૧૮ વર્ષ ગચ્છનાયકપદે રહી, ૯ દિવસનું અનશન કરી સં૦ ૧૭૨૪માં નાગારમાં કાળ કર્યો - ૬૮. આઠ વર્ધમાન-તે જાખાક્ષરના શા. સુરમલ વેદ અને તેની પત્ની લાડમદેના પુત્ર હતા. તેમણે નાગારમાં દીક્ષા લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org