________________
પ૮૦
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આપ્યું છે. અમે પણ “શ્રી જૈન સત્યપ્રકાશ” માસિકમાં “દિગંબર શાસ્ત્ર કેસે બને” એ શીર્ષકની ચાલુ લેખમાળામાં એ બાબતને વધુ સ્પષ્ટ કરી છે. આજે પણ દિગબર સમાજની વાગડેર બ્રાહ્મણ પંડિતેનાજ હાથમાં છે.
શ્રી જૈન શ્રમણ સંઘમાં પૂજ્ય ૧૧ ગણધરે, ગણધર શ્રી સુધર્માસ્વામી, આ૦ શય્યભવસૂરિ, આઠ યશેભદ્રસૂરિ, આ૦ સંભૂતિવિજયસૂરિ, આ ભદ્રબાહુસ્વામી, આ આર્ય રક્ષિતસૂરિ, આ સિદ્ધસેન દિવાકર, આ૦ હરિભદ્રસૂરીશ્વરજી, આ૦ દુર્ગસ્વામી, આ૦ સિદ્ધષિ, આ શોભન, મહાકવિ ૫૦ લાવણ્યસમયગણિવર આ૦ જિનેશ્વરસૂરિ, આ૦ બુદ્ધિસાગરસૂરિ અને છેલ્લા મોટા કવિ ૫૦ વીરવિજયજીગણિ વગેરે પ્રભાવક થયા. તે બ્રાહ્મણે જ હતા, પણ તેઓ શુદ્ધ જેન શૈલીને વફાદાર રહ્યા હતા. કોઈએ જેન ધર્મ ઉપર બ્રાહ્મણ સંસ્કૃતિ લાદવા કંઈ કર્યું નથી.” - જ્યારે એ પણ કબૂલ કરવું પડશે કે “આ૦ ઈંદ્રનંદિ અને તેમને પરિવાર સૌ બ્રાહ્મણ હતા. તેઓએ જેમાં બ્રાહ્મણનું વર્ચસ્વ બનાવી રાખવા, અથવા શ્રમણે બ્રાહ્મણેમાં એકતા સ્થાપવા ન “નિગમગચ્છ” સ્થા, અને તેના સમર્થન માટે વિવિધ સાહિત્યનું સર્જન કર્યું.”
દિગંબર ભટ્ટારક તારણુસ્વામી અને વેતામ્બરગ્રહસ્થ લાંકશાહે મુસ્લિમ સંસ્કૃતિની અસરથી નવા પંથે ચલાવ્યા. તેઓએ તેમાં “સ્થાપના–નિક્ષેપ”ને ઉડાવી, પ્રતિમાને વિરોધ કર્યો. તેમજ ઋષિ ભીખમજીએ મુસ્લિમ સંસ્કૃતિ અને ઈસાઈ સંસ્કૃતિની અસરથી “તેરાપંથ ચલાવ્યું અને જિનપ્રતિમા તેમજ પ્રાણિરક્ષા (જીવદયા)નો વિરોધ કર્યો.
નિગમમતના પ્રભાવકોએ માત્ર જેને ઉપર બ્રાહ્મણોનું વર્ચસ્વ જમાવવાના ધ્યેયથી જ નવો મત ચલાવ્યો હોય તો તે દિશા ભૂલ્યા હતા. કદાચ જૈન આચારપાલનને સર્વસાધારણરૂપ આપી, “વર્ણાનાં બ્રાહ્મણ ગુરુ” ને બદલે “વર્ણાનાં શ્રમણે ગુરુઃ ” બનાવવાના ધ્યેયથી નિગમમત ચલાવ્યું હોય તે, તે પ્રશસ્ય હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org