________________
પિસ્તાલીસમું ]. આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ
૩૯૯ અણહિલપુરની ગાદીનું ગૌરવ જાળવતાં–વધારતાં બીજા દેવનાં મંદિરે ખંડિયેર થઈ જતાં હતાં,” છતાં સરસ્વતી દેવીનાં મંદિરે જૈન સાધુઓને ભીષ્મ પરિશ્રયને લીધે ઘંટનાદથી ગાજી રહ્યાં હતાં, ” દેલવાડા (આબૂ) પરનાં વિમળશાહનાં દહેરાં જેવાં અનેક સૌંદર્યથી “ગુજરાત વિભૂષિત” થયું હતું.
રાજ્યની ઊથલપાથલ, અંધાધૂંધી અને બિનસલામતી વારંવાર નડતી, છતાં પોતાના ઉત્કૃષ્ટ વૈશ્ય ગુણોને લીધે “ગુજરાત વેપાર” પડી ભાગવા ન દીધો અને પર્યત–વેપાર ખેડવાની લાયકાત અને શાંતિ સતેજ રાખ્યાં. (-“જૈનધર્મપ્રકાશ, જ્યુબિલી અંક,”શ્રી જૈન ગૂર્જર સાહિત્યરત્ન ભાવે ૧, શ્રી ભાઈચંદ નગીનદાસ ઝવેરીનું સંપાદકીય નિવેદન: પૃ૦ ૨૩, ૨૪)
સાક્ષર શ્રી રણજિતરાવ વાવાભાઈએ “જૈનોએ કરેલી સાહિત્ય રક્ષાના વિચારે ઉપર આપ્યા છે.
જૈનાચાર્યોએ ઘણુ કષ્ટ સહી તીર્થરક્ષા તથા સાહિત્યરક્ષા કરી છે. બીજા ધર્મવાલા તેમ કરી શક્યા નહીં. આથી જ તેઓના પ્રાચિન તીર્થો તેમજ ગ્રંથની જોઈએ તેવી રક્ષા થઈ નહીં, માટે જ હવે આ વસ્તુ રાષ્ટ્રિયકરણની રીતિ”એ રાજ્યને દેવામાં મોટું જોખમ સમાએલું છે. કેમકે રાજ્ય પલટામાં રાષ્ટ્રિય ધનને વિનાશ જ થાય છે. આથી કે આવા ગંભીર હેતુથી શેઠ કસ્તૂરભાઈ લાલભાઈએ જૈનતીર્થોને પોતાના કબજામાં લેવા ઇચ્છતી લોકશાહી સરકારને જૈનતીર્થો સેંપવાની ના કહી હતી.
વડેદરા રાજ્યનું ગ્રંથ સાહિત્ય રાષ્ટ્રધન બનવાથી જ ગુજરાતના હાથમાંથી ગયું તે ગયું, જેને ગ્રંથ ભંડારે તેમજ જૈન સાહિત્યની આવી ચનીય દશા ન બને માટે જ જૈન સંઘે જૈનતીર્થો તથા જૈનસાહિત્યને રાષ્ટ્રધન બનાવવા સાહસ ખેડવું ન જોઈ એ.
બેંધ: ઉત્તમ માર્ગ એજ છે કે–જૈન ધર્મની સંસ્થાઓ. તીર્થો, મંદિર, ઉપાશ્રય. ધર્મશાળા અને ગ્રંથભંડારેનું સંધીકરણ કરી, તેની વ્યવસ્થા કરવી જોઈએ. ભવિષ્યવાણી –
ઇતિહાસનાં ઉપર દર્શાવેલાં ૪૫ પ્રકરણેનાં પરિશીલનથી નક્કી થાય છે કે, વેતાંબર જૈનેમાં ભ. પાર્શ્વનાથના સંતાનીઓને કલાગચ્છ, ભ. મહાવીરસ્વામીની શિષ્ય પરંપરાને તપાગચ્છ અને આજીવક દિગંબર જેનેમાં મૂળસંઘ એ પરંપરાથી ઊતરી આવેલી પ્રધાન જૈન શ્રમણ શાખાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org