________________
૩૬૮ જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ વાણી ઉચ્ચારી હતી કે, “તારો પુત્ર દેટ કર્ભાશાહ શત્રુંજયતીર્થને સેળ ઉદ્ધાર કરાવશે.” (–પ્રક. ૪૪, પૃ. ૨૧, ૩૪.)
કૃષ્ણર્ષિગચછના આ૦ જયસિંહે સં. ૧૪૫૩ માં મંત્રી ધનરાજની વિનંતિથી “ધનરાજ પ્રબેધમાલા” બનાવી.
(પ્રક. ૪૩ પૃ. ૭પ૭) ૬. સિંહ–તે રાજમાન્ય હતો. તેણે સં. ૧૫૨૮ના માહ વદિ ૫ ના રોજ અલ્લાઉદ્દીન ખીલજીના રાજ્યમાં વૈદ્યક સંબંધી વૈદ્યનિબંધ ઉમેષ” (સં. ૧૧૨૩) બનાવ્યો.
(–જૈન સત્યપ્રકાશ, કે ૨૧૭, ૨૨૭) વીસલશાહ એશવાલને વંશ
૧. વીસલશાહ–તે એશવાળજ્ઞાતિને હતે. તેને ખીમાદે” નામે પત્ની હતી. એ શ્રી ખીમાદેએ આ૦ સેમસુંદરસૂરિના ઉપદે. શથી સઘળા દેશના જેનેને “સાકરની લહાણી” કરી.
(ઉપદેશ તરંગિણી–તરંગ બીજો) ૨. દેદે–દેદાશાહ માટે જુઓ. (પ્રક. ૪પ, પૃ. ૩૧૨ થી ૩૧૪)
૩. ધનપાલ-તે “કર્ણાવતીમાં” આવીને વસ્યો. તેને ૧ સાંગણ, ૨ ગોદ, ૩ સમરે અને ૪ ચા એમ ચાર પુત્રો હતા.
૪. ચા –તેણે “આશાપલ્લી”માં જિન પ્રાસાદ કરાવ્યું. તેને પહેલી પત્ની “લાડી”થી ૧ વીજડ, ૨ સામલ, અને ૩ પૂનો એમ ત્રણ પુત્રો થયા, જ્યારે બીજી પત્ની “મુક્તા”થી ૪ ગુણરાજ, ૫ આંબાક, ૬ લીંબાક અને ૭ જયતા નામે ચાર પુત્રો થયા.
આંબાકે આ દેવસુંદરસૂરિના ઉપદેશથી વૈરાગ્ય પામી, આ૦ સેમસુંદરસૂરિ પાસે દીક્ષા લીધી. અને સં૦ ૧૪૬પમાં આવે મુનિસુંદરસૂરિના હાથે ઉપાધ્યાયપદ પ્રાપ્ત કર્યું. તે આંબાકને મનાક નામે પુત્ર હતે.
સંભવ છે કે આંબાકનું બીજું (હુલામણાનું) નામ નાનાક પણ હોય. અને તેમનું સાધુપણાનું નામ “પં. નાનારત્નગણિ” તેમજ પં. નાદિર–ગણિ હોય!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org