________________
૩૫૪
જેન પરંપરાનો ઈતિહાસ–ભાગ ૩જો
[ પ્રકરણ
૯. પદ્મ. ૧૦. લાડણ.
૧૧. લૂણસિંહ-તેનું બીજું નામ “આલ્ફણસી” પણ જાણવા મળે છે.
૧૨. સં. માંડલિક–તેણે શત્રુંજય, ગિરનાર, આબૂ વગેરે તીર્થોને જીર્ણોદ્ધાર કરાવ્યું. તેણે સં. ૧૪૩૮ના ભયંકર દુકાળમાં પ્રજાને અનાજ-પાણું, વસ્ત્ર વગેરે પૂરાં પાડ્યાં. સં. ૧૪૭૭માં શત્રુંજય તીર્થને છરી પાળતો યાત્રાસંઘ કાઢયો હતો. તેણે આગમિકગચ્છના આ૦ જયાનંદસૂરિના ઉપદેશથી જૈન આગમે લખાવ્યાં, ગ્રંથભંડાર સ્થાપ્યા. અને સંઘપૂજા કરી. તેણે એકંદરે ધર્મ, દાનપુણ્યમાં ઘણું ધન વાપયું. (–પ્રક. ૪૦, પૃ૦ ૫૪૩)
૧૩. શેઠ વ્યવહારી દ્વારા–તેનું બીજું નામ ઠાઈઓ પણ મળે છે. તેને “મનકાઈ નામે પત્ની” અને “વિજિત” નામે પુત્ર હતે.
૧૪. વિજિત-તેને (૧) પર્વત (૨) ડુંગર તથા (૩) નરબંદ એમ ત્રણ પુત્રો હતા.
૧૫. પરબત–તેને લક્ષમી નામે પત્ની હતી. તેનાથી સહસ્ત્રવીર તથા પોઆ (પન્ના) નામે પુત્રો હતા.
પરબત, ડુંગર અને નરબદે જીરાવલતીર્થ, આબૂતીર્થ અને ગંધારના જિનાલયેના જીર્ણોદ્ધાર કરાવ્યા. ત્યાં તથા બીજે સ્થાને પણ જિન પ્રતિમાઓ કરાવી.
(૧૫) ડુંગર!બુદ્ધિશાળી હતો. તેને લીલાદેવી નામે પત્ની હતી. અને મંગાદેવી નામે પુત્રી તથા (૧) હષરાજ અને કાન્હા નામે પુત્ર હતા. ધર્મકાર્યો –
સં. પરબત અને સંતુ કાહે ગધારમાં જઈ વસ્યા. સં. પરબતે સં. ૧૫૬૫ના ફાગણ સુદ ૫ ને શુક્રવારે આગમિકગચ્છના આ૦ જયાનંદસૂરિ તથા આ૦ વિવેકરત્નસૂરિના ઉપદેશથી સમ્યકત્વબાર વ્રત, શીલવ્રત અંગીકાર કર્યા. આ પ્રસંગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org