________________
૩૪૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ભ૦ નેમિનાથની પ્રતિમા વગેરેની તેમજ ખંભાતમાં! જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરાવી હતી.
તેઓએ ખંભાતના ચિતામણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં (૧) ઉપરનો ભાગ અને (૨) નીચે ભોંયરું બનાવ્યું હતું, તે ભેંયરું
ખંડું તથા દશ હાથ ઊંચું હતું. ભેંયરામાં ઊતરવા માટે રપ પગથિયાંવાળી નિસરણી હતી, ભેાંયરામાં ૧૨ થાંભલા મુકાવ્યા હતા. ૬ દરવાજા બનાવ્યા હતા. તથા ૨૦ દ્વારપાળની આકૃતિઓ મૂકેલી હતી. છ દેરીઓ બનાવી હતી અને ૨૫ જિનપ્રતિમાઓ બિરાજમાન કરી હતી, ભેંયરાના દરવાજા ઉપર ગણેશ અથવા પાશ્વયક્ષની પ્રતિમા હતી. પાંચ પ્રતિહારોની આકૃતિઓ હતી. એક ધ્વજાદંડ પણ મૂક્યું હતું.
જ્યારે ભેંયરાના ઉપરના ભાગમાં ભચિંતામણિ પાર્શ્વનાથની ૪૧ આંગળી ઊંચી પ્રતિમા બિરાજમાન કરી હતી. તેને “સાત નાગફણાઓ હતી. તેની બંને બાજુએ “ધરણેન્દ્ર” અને
પદ્માવતીની પ્રતિમાઓ” બેસાડેલી હતી. વળી, બીજી પ્રતિમા ભ૦ શાંતિનાથની ૨૭ આંગળની નવી બનાવીને પધરાવી હતી તેઓએ ભેંયરામાં ત્યારબાદ સં. ૧૬પ૭માં અમદાવાદની કોઠારીપિળમાં શા. ઠાકરશીના ભ૦ સંભવનાથની પ્રતિષ્ઠામાં ભરાવેલી ભાષભદેવની ૩૭ આંગળની પ્રતિમા પણ પધરાવી હતી. (ઈતિ, પ્રક. ૫૯)
ભર વિજયસેનસૂરિએ સં. ૧૬૪પના જેઠ શુદિ ૧૨ ને સેમવારે ખંભાતના સાગરવાડામાં આ જિનપ્રાસાદે તથા ભ૦ શાંતિનાથ, ભ૦ ઋષભદેવ વગેરેની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. પ્રશસ્તિ
આ ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની ૭૨ શ્લોકની “પ્રશસ્તિ” પં. કમલવિજયજીગણિવરના શિષ્ય મહાકવિ પં. હેમવિજય ગણિએ રચી હતી, અને તેને પં૦ લાભવિજયગણિવરે સંશથી હતી. તેમના ગુરુભાઈ (મહ૦ કીર્તિવિજયગણિવરના શિષ્ય) પં. કાંતિવિજયગણિએ આરસની શિલા ઉપર લખી હતી, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org