________________
પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ
૩૪૧ ને વિશાળ જિનપ્રાસાદ” બનાવ્યું. તેમજ શેઠ રામજી ગંધારિયાએ આ મૂળ પ્રાસાદમાં ઠ૦ જસુની મદદથી બીજે ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યા. શા. કુંઅરજીએ ત્રીજે જિનપ્રાસાદ અને શેઠ મૂળજીએ ચોથે જિનપ્રાસાદ બંધાવ્યું. તે બધામાં “વાસ્તા” નામના શિલ્પીએ ભવ્ય શિપકામ કર્યું હતું.
જગદ્ગુરુ આ૦ હીરવિજયસૂરિએ સં. ૧૬૪૯માં પાટણમાં ચોમાસુ કર્યું, અને પછી તેમણે ત્યાંથી છ’રી પાળતા યાત્રા સંઘ સાથે શત્રુંજય તીર્થની યાત્રા માટે વિહાર કર્યો. તે અમદાવાદ થઈ ધોળકા પધાર્યા. ભારતના ઘણા દેશમાંથી છરી પાળતા ઘણું યાત્રાસંઘે અહીં તેમની પાસે આવી માન્યા. સંઘવી એની તેજપાલ અને તેની પત્ની સંઘવણ તેજલદે પણ ખંભાતથી નીકળી, ત્યાં આવી પહોંચ્યાં. તે વખતે તેની સાથે ત્યાં ૩૬ સુખપાળે હતા. બીજા ઘણુ મનુષ્ય, હાથી, ઘેડા, ગાડીઓ વગેરે હતા. તે બધા સંઘે પાલીતાણા પહોંચ્યા. સંઘોએ સરોવરના કાંઠે પડાવ નાખે. સંઘમાં પ્રતિદિન “શત્રુંજય માહાસ્ય” વિશે વ્યાખ્યાને ચાલુ હતાં.
સેની તેજપાલે “નંદિવર્ધન પ્રાસાદની પ્રતિષ્ઠા “કરવાને નિર્ણય કર્યો અને બહારથી બીજા જેનેને આમંત્રણ આપી લાવ્યા. આ પ્રતિષ્ઠા ઉત્સવમાં દેશ-પરદેશથી ગંધાર વગેરેના “૭૨ યાત્રાસંઘે” આવ્યા હતા. માણસની સંખ્યા અગણિત હતી. રહેવાની જગા નાની હોવાથી યાત્રાળુઓ તળાવના કાંઠે ખુલ્લામાં બેસીને રસેઈ કરતા હતા. સંઘભક્તિ
મહેર રામવિજય ગણિવરે એકવાર કુદરતી હાજતે જતાં– આવતાં આ દશ્ય જોયું, તેમણે સોની તેજપાલ અને સં. તેજલદેને બોલાવી, તેઓનું આ તરફ ધ્યાન ખેંચ્યું. તેમના ઉપદેશથી સોની તેજપાલે “સઘળા સંઘને પિતાના રસોડે જમવા વિનંતિ કરી, હંમેશને માટે સાધર્મિક વાત્સલ્ય ચાલુ રાખ્યું.” સંઘમાંના સૌએ એની તેજપાલની આ પ્રકારની ભક્તિની ખૂબ પ્રશંસા કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org