________________
૩૩
પિસ્તાલીસમું ]
આઇ શ્રી દેવેન્દ્રસૂરિ સ્થળે ધન છે. તે તારા ભાગ્યનું છે તેને તું લઈ જજે.”
સેની સંગ્રામ આ વાત જાણુને ધન લઈ ગયે અને બીજે વર્ષે તે આંબાને સુંદર કેરીઓ આવી. આથી સોની સંગ્રામ આ આંબાની કેરીઓને ચાંદીના થાળમાં ગોઠવી, તેના ઉપર રૂમાલ ઓઢાડી, સધવા સ્ત્રીના માથે મુકાવી, વાજતે ગાજતે બાદશાહ પાસે લઈ ગયે અને તે કેરીઓ બાદશાહને ભેટ આપી. આથી બાદશાહે ખુશ થઈ, તેને પાંચ વસ્ત્રો ઈનામમાં આપ્યાં અને તેને પિતાના ઘરને કામદાર બનાવ્યું.
સેની સંગ્રામ આ રીતે ધનવાન બન્યું. તેણે આ૦ સેમસુંદરસૂરિને માંડવગઢમાં માસુ રાખ્યા, અને તેમની પાસે
ભગવતીસૂત્રની ટીકા” વંચાવી, તેમાં આવતા ૩૬૦૦૦ ગાયમાં શબ્દ દીઠ પતે, તેની માતા અને પત્ની તરફથી ૬૩૦૦૦ સેનૈયા ચડાવ્યા અને ગુરુના ઉપદેશથી, આ રકમમાંથી સેનેરી તેમજ રૂપેરી શાહીની અને ચિત્રવાળી “કલ્પસૂત્ર” તેમજ “કાલિકાચાર્યની ઘણી પ્રતિએ લખાવી, તેમાંથી ત્યાં ચોમાસુ રહેલા દરેક મુનિવરને એકેક પ્રતિ વહેરાવી, અને સંઘના ભંડારેમાં પણ ઘણું પ્રતિએ મૂકી. જિન પ્રાસાદે
સની સંગ્રામસિંહે આચાર્યદેવના ઉપદેશથી સં. ૧૮૭૨માં ભ૦ સુપાર્શ્વનાથને જિનપ્રાસાદ બંધાવ્યું–મક્ષીજીમાં મક્ષી પાર્શ્વનાથને જિન પ્રસાદ બંધાવ્યું તે સિવાય ભેઈ, મંદસોર, બ્રહ્મમંડલ, સામલીઆ, ધાર, નગર, ખેડી, ચંડાલી વગેરે ૧૭ સ્થાનોમાં ૧૭ મેટાં જિનમંદિર બંધાવ્યાં, પ૧ સ્થાનમાં ૫૧ જિનપ્રાસાદના જીર્ણોદ્ધાર કરાવ્યા, વગેરે અનેક ધર્મકાર્યો કર્યા.
(— વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ, પૃ. ૨૧૩ થી ૨૧૫) સેની આભૂ એશવાલને વંશ
૧. આભૂ–તે એશિવાલ હતો, તેની સાની અટક હતી. તેને પડ્યા નામે પત્ની હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org