________________
૩૧૬
જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ - આ કારણે રાજા અને પ્રજામાં મંત્રીને પ્રભાવ વધવા લાગે. સૌ કેઈ બ્રહ્મચર્યની શક્તિનાં ગુણગાન ગાવા લાગ્યાં. જો કે રાણુએ મંત્રીનું કપડું પહેરવાથી રાજાને તે મંત્રીના ઉપર રેષ હતું પરંતુ મંત્રીના એ કપડાને એ ચમત્કાર જાણીને તે પણ શાંત બની ગયો. રાજાએ મંત્રીના કહેવાથી રાજ્યમાં અમારિપટ વગડાવ્યું. શિકાર, દારૂ વગેરે વ્યસને દૂર કરાવ્યાં.
મંત્રી પેથડે સાત લાખ મનુષ્યોને સાથે લઈ છ'રી પાળતો યાત્રા સંઘ કાઢયો. શત્રુંજય તીર્થમાં ભ૦ આદીશ્વરના મેટા દેરાસરના શિખર ઉપર ૨૧ ધડીને સેનાને કળશ બનાવી ચડાવ્ય, અથવા જિનપ્રાસાદને સુવર્ણપત્રથી મઢયો. તેણે શત્રુંજય તથા ગિરનાર તીર્થમાં તથા રસ્તાના ગામનાં જિનાલમાં સેનાના ધ્વજ ચડાવ્યા. ઇકમાલ–
જ્યારે તે ગિરનારતીર્થની યાત્રા કરવા ગયો, ત્યારે બાદશાહ અલાઉદ્દીનને માનીતે શેઠ પૂર્ણ શાહ પણ દિલ્હીથી દિગંબર જેનેને સંઘ લઈને ગિરનાર આવ્યું હતું. આથી બંને સંઘ વચ્ચે સ્પર્ધા ચાલી. બંને સંઘપતિએ ઇંદ્રમાળની બેલીમાં ચડાવે બાલવા લાગ્યા અંતે મંત્રી પેથડે પ૬ ધડી સેનાની બેલીમાં “આદેશ પામી ઇંદ્રમાળ પહેરી. આ પ્રસંગે તેણે યાચકે, ભેજકે તથા ભાટ-ચારણે વગેરેને ૧૪ ધડી સેનાનું દાન કર્યું અને ગિરનાર તીર્થ તાંબાનું તીથ બન્યું.
આ વર્ષોમાં સંઘવી પેથડનો ભાઈ સાધુ ગુણધર મરણ પામ્યા. મંત્રી પિથડે તેના સ્મરણ માટે ભ૦ અભિનંદન સ્વામીની ખડૂગાસનસ્થ પ્રતિમા ભરાવી. તેની સં. ૧૩૪૩ના પિષ વદિ ૩ (૯)ને બુધવારે રાજગચ્છના ૧૨મા આ૦ રત્નાકરસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી, જે પ્રતિમા આજે પણ “શત્રુંજય તીર્થમાં નવા આદીશ્વરની પ્રતિમાની ડાબી બાજુએ બિરાજમાન છે. ( –પ્રક. ૩૫–પૃ. ૩૬)
મંત્રી પેથડે ૧૧ લાખ સેનામહોર ખરચી વિવિધ ધર્મકાર્ય કર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org