SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ મહામાત્યે શત્રુંજયમંડન-આદિનાથ તેત્રમાં પિતાના મને આ રીતે વ્યક્ત કર્યા છે.– संसारख्यवहारतो रतिमतिव्यावर्त्य कर्तव्यता वार्तामप्यपहाय चिन्मयतया त्रैलोक्यमालोकयन् । श्रीशत्रुञ्जयशैलगह्वरगुहामध्ये निबद्धस्थितिः श्रीनाभेय ? कदा लभेय गलितज्ञेयाभिमानं मनः ? ॥ ५ ॥ –સંસારવ્યવહારમાંથી પ્રીતિ પાછી ખેંચી લઈને, કામકાજની વાત છેડી દઈને, ચિન્મયપણે ત્રણ લેકનું અવલોકન કરીને શત્રુ જયપર્વતની એકાદ ગુફામાં રહીને, હે નાભિના પુત્ર ઋષભદેવ ભગવાન! મારા મનને હું અભિમાન રહિત ક્યારે બનાવી શકીશ? आस्यं कस्य न वीक्षितं क्व न कृता सेवा ? न के वा स्तुताः ? । तृष्णापुरपराहतेन विहिता केषां न चाभ्यर्थना ॥ तत् त्रातर् ? विमलादिनन्दनवनीकल्पैककल्पद्रुम ? । त्वामासाद्य कदा कदर्थनमिदं भूयोऽपि नाहं सहे ॥ ९ ॥ કોના મુખ સામે નથી જોયું? કયાં સેવા નથી કરી? કોની સ્તુતિ કરી નથી? તૃષ્ણાના પુરમાં અટવાઈને, હે તારક? કેની અભ્યર્થના કરી નથી? હે વિમલાદ્રિ-શત્રુંજય રૂપી નન્દન વનમાં કલ્પવૃક્ષ સમા પ્રત્યે? તને હું કયારે પ્રાપ્ત કરીશ ? અને મારી કદર્થનાને અંત ક્યારે આવશે? यद् दाये द्युतकारस्य, यत् प्रियायां वियोगिनः । यद् राधावेधिनो लक्ष्ये, तद् ध्यानं मेऽस्तु ते मते ॥ –જે રીતે જુગારીનું મન દાવમાં, વિયેગી પુરુષનું મન પ્રિયામાં અને રાધાવેધીનું મન તેના લક્ષ્યમાં હોય છે, તેમ મારું ધ્યાન તારા મત-સિદ્ધાંતમાં થાય. એમ ઈચ્છું છું. મહામાત્ય વસ્તુપાલ “આદિનાથસ્તોત્ર'ના ૧૨ મા શ્લોકમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy