________________
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ પિોટ એજન્ટ મિ. મિકસ છે, તે ઉગ્ર સ્વભાવને અંગ્રેજ છે, જ્યારે પાલીતાણામાં મેજર સ્ટ્રોંગ છે, તે ઠંડા સ્વભાવને અંગ્રેજ છે. તેણે પાલીતાણામાં પાંચ વર્ષ રાજ્ય કર્યું.
તેના સમયમાં તા. - -૧૯૧૩ વિ. સં. ૧૯૬૯ ના જેઠ વદિ ૮ ની રાતે પાલીતાણામાં પ્રજાસંહારક જળપ્રલય થયે હતું, તે વખતે જૈન ગુરુકુળ રાજ્યના બહાદુર બિલ્ડીંગમાં હતું. મધ્યરાતે પૂજ્ય ગુરૂદેવ શ્રી ચારિત્રવિજયજી કચ્છીની પ્રેરણાથી ગુરુકુળના કાર્યકરે, અધ્યાપક અને વિદ્યાર્થીઓ વગેરેએ આ હોનારતમાંથી ૪૦૦ માણસે, બીજાં પશુઓ વગેરેના પ્રાણ બચાવ્યા હતા. અને તે સૌની ઉપર માટે ઉપકાર કર્યો હતે.
મેજર ટૅગે રાજ્યના પારસી ખાનસાહેબ ડે. હોરમસજી કાવજી જાવરાના ચીફ મેડિકલ ઓફિસરના રિપોર્ટથી “આ મહા ઉપકારની હકીકત” જાણી સવારે ગુરુકુળના મકાનમાં આવી, ગુરુદેવનું ભાવભીનું સ્વાગત કર્યું. તેમણે “ટાઈમ્સ ઓફ ઈન્ડિયા” વગેરે દૈનિક પત્રમાં આ ઉપકારીઓનું વર્ણન પ્રકાશિત કરાવ્યું. અને ગુરુદેવ વગેરેને ફેટે લેવરાવી તેની નકલ રાજા બહાદુરસિંહજીને મેકલી.
મેજર ટૅગે થોડા દિવસ પછી ગુરુમહારાજને કહ્યું “આપે પાલીતાણાની પ્રજા ઉપર મેંટે ઉપકાર કર્યો છે. બદલામાં રાજ્ય કંઈ કરવું જોઈએ.” ગુરુમહારાજને જણાવ્યું કે, “ગુરુકુળ માટે યોગ્ય જમીન મળે તો ઠીક રહેશે.”
આ વાત પછી મેજર ટૅગે વિલાયતમાં ભણતા બાળરાજા બહાદુરસિંહની સમ્મતિ મેળવી, જેન ગુરુકુળને ઓછી કિંમતથી જમીન આપી. તેમાં મકાન બનાવવા તેણે પોતે આવી સં. ૧૯૭૦ ના વૈ૦ શુ૩ને જ ગુરુકુળના નવા મકાનને પાયે નાખે, અને ગુરુકુળને આબાદ કરવા દરેક પ્રકારે મદદ કરી.
પાલીતાણું નરેશ શ્રી બહાદુરસિંહજી કે. સી. આઈ એ સં. ૧૭૭ વૈ૦ ૧૦ ૧૧ તા. ૧૩-૫-૧૦૨૯ના રોજ ગુરુકુળમાં મેટા મેળાવડામાં ગુરુકુળમાં કે ભા. વિદ્યાર્થીગૃહનું ઉદ્દઘાટન કર્યું હતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org