________________
૨૬૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ તેમને જન્મ સં. ૧૯૧૮ ના જેઠ સુદિ ૮, તા. ૭, જૂન, ૧૮૬૨ને બુધવારના રોજ થયો. અને સં. ૧૯૪૨ ના માગશર વદિ ૨ તા. ૨૩, ડિસેમ્બર, સને ૧૮૮૫ ને બુધવારના રોજ ગાદીનશીન થયા. જો કે તેણે કઈ કોલેજ કે નિશાળમાં કેળવણી લીધી નથી, તે પણ તેઓ અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન ધરાવે છે.
મહાલ–આ સંસ્થાનના બે મહાલ છે, ૧ પાલીતાણા અને ૨ ગારિયાધાર.
પર્વત–પાલીતાણાથી આશરે ૧ માઈલ દૂર દક્ષિણ તરફ શત્રુંજયને ડુંગર છે, જે જૈન ધર્મમાં ઘણે પવિત્ર ગણાય છે. તે દરિયાની સપાટીથી ૧૯૭૭ ફૂટ ઊંચે છે ને તેના બે શિખરે છે. આ ડુંગર દેરાંથી ભરેલું છે, જેમાં આદિનાથ, કુમારપાલ, વિમલશાહ, સંપ્રતિ રાજા અને ચૌમુખનાં દેરાં પ્રખ્યાત છે. તેમાંનું છેલ્લું દેરું એટલું બધું ઊંચું છે કે, ૨૫ માઈલ છેટેથી તે દેખાય છે. હિંદુસ્તાનમાં જૈનધર્મના પાંચ પવિત્ર ડુંગરમાં આ સૌથી વધારે પવિત્ર ગણાય છે, તેથી લાખો યાત્રાળુઓ દર વર્ષે અહીં આવે છે. દેરાઓની આસપાસ એક કિલ્લે બંધાયેલે છે, આ ડુંગરના મથાળે અંગારશાપીરની જગા છે, પણ તે કિલ્લાની બહાર છે.
નદી–પાલીતાણા સંસ્થાનમાં શેત્રુંજી અને ખારી નદી છે. ખારી નદી આગળ જતાં શેત્રુંજીને મળે છે. ” વગેરે, વગેરે.
સને ૧૮૮૫–એક તરફ ઠા, માનસિંહજીને જેનો સાથેના ઝઘડામાં પિતાના પિતા ઠાસૂરસિંહજીને જે રખડપટ્ટી કરવી પડતી હતી, તે તેના ધ્યાનમાં હતી જ. આથી તેને આવા ઝગડાથી કંટાળે હતે; બીજી તરફ જેને પણ “દરિયામાં રહેવું અને મગરમચ્છ સાથે વેર બાંધવું” એ સ્થિતિથી કંટાળી ગયા હતા. આમ હોવાથી બંને પાએ મનમાં નિર્ધાર કર્યો કે “આપસમાં પ્રેમને વર્તાવ રાખી જાશુકની શાંતિ બની રહે તેમ કરવું | ઠામાનસિંહ સને ૧૮૮૫ માં પાલીતાણાની ગાદીએ બેઠા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org