________________
ચુંમાલીસમું ] તારવી હીરલા આ૦ જગચંદ્રસૂરિ
૨૫૫ હતું. કેમકે તેને તે “જેને ધનાઢય છે.” એ જ ખટકતું હતું. જૂઓ પૃ. ૨૫૦ જ્યારે ઈ ટી. કેડીએ પૂરી તપાસ કરી ન્યાય તો. કેમકે તે ન્યાયખાતાને આસીસ્ટંટ હતું. તે ધનિક અને નિર્ધન બન્ને પક્ષેને ન્યાયમાર્ગથી એક કરવા ઈચ્છતે હતે.
મુંબઈ હાઈકોર્ટને રજિસ્ટ્રર ટેમ સાહેબ મહારાણી વિકટેરિયાને તા.૧–૧–૧૮૭૬ ને ઢઢેરો સંભળાવવા પાલીતાણુ આવ્યા. માનવતા
તે તથા સોનગઢને પિલીટિકલ એજન્ટ જી. એમ. હંટર, પાલીતાણા જૈન સંઘને એજન્ટ ઉદયશંકર દલપતરામ નાગર પટણી, મુનિમ નરસિંહભાઈ દીપચંદ, ઠા. સૂરસિંહજીને નાને રાજપુત્ર ઠાસામંતસિંહ અને રાજમાન્ય શેઠ ઓસમાન વગેરે શત્રુંજય પહાડ ઉપર ચડયા હતા, સૌ ફરી ફરી એક પછી એક શત્રુંજયનાં મંદિરોને જોતા હતા. એવામાં રાજ્યના એક અમલદારે ચૌમુખજીના દેરાસર પાસે સૌ પહેચ્યા ત્યારે ટેમ સાહેબને “મંદિરની અંદર પેસવા વિનંતિ કરી.” તે અમલદાર સમજતું હતું કે, સાહેબ બૂટ પહેરીને દેરાસરમાં પ્રવેશ કરશે, તો ઠીક થશે. પણ આસી. પ૦ એ. જી. એમ. હંટરે અને બીજા સાથીદારોએ ટોમ સાહેબને જણાવ્યું કે, “આપ પ્રવેશ કરશે તો જેનોનાં મન દુભાશે, પરિણામે જૈન સમાજમાં મોટો ખળભળાટ મચી જશે, તેથી પ્રવેશ કરે જોઈએ નહીં.” તેઓએ આ રીતે ટેમ સાહેબને પ્રવેશ કરતાં રેકયા હતા.
જો કે તે વખતે તે મંદિરમાં ઘણા જૈન યાત્રિકે હતા, તેઓએ બહાર આવી ટેમ સાહેબને જણાવ્યું કે, “તમે મંદિરમાં બૂટ સહિત પિસશે તે અમારી લાગણી દુભાશે.”
ટેમ સાહેબે કે હંટર સાહેબે યાત્રિકે ની આ વાત સાંભળી તેઓને ખુશ કરવા તે દેરાસરના પૂજારીને પાંચ રૂપિયા આપ્યા. અને જણાવ્યું કે, “કંઈ ભૂલ થઈ હોય તે, તેની શુદ્ધિ કરાવી લેજે.”
વૃદ્ધો કહે છે કે, પૂજારીએ આ રકમ આ૦૦ની પેઢીના ચોપડામાં જમા કરાવી હતી, કે ભંડારમાં મૂકી હતી તે જાણવા મળ્યું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org