________________
ચુંમાલીસમું | તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૨૩૧
૧. તેણે રાણજીને ઉમરાલા (રાણપુર)ને ગરાસ આપે. ર. સારંગજીને અર્થિલા વગેરે ૨૪ ગામે ગરાસ આપ્યો તેના પુત્ર નોંઘણુજીએ લાઠીમાં ગાદી સ્થાપના કરી. ૩. શાહજીને માંડવી ચોવીસીને ગરાસ આપે. જેના વંશજોએ માંડવી, ગારિયાધાર તથા પાલીતાણામાં રાજ્ય કર્યું.
૪. રાણજી ગેહલ-તે બહાદુર હતું. તે સને ૧૩૦૪ (વિ. સં. ૧૩૬૧) પછી નદી કિનારે રાણપુર વસાવી ત્યાં રહેતો હતો ત્યારે વલભીમાં એભલ (ત્રીજે) નામે રાજા હતા. વલભીમાં એક લગ્ન પ્રસંગે કરેલ વાણિયા અને તેઓના કંડેલિયા ગેરની વચ્ચે અચાનક કલેશ થયે. એભલે તે સૌને વિનાશ કરાવ્યું. રાણજી ગેહેલે આ બનાવને આગળ ધરી એભલ ઉપર ચડાઈ કરી. તેને મારી સને ૧૩૦૭માં વળા (વલ્લભીપુર)નું રાજ્ય જીતી લીધું. એટલે તે ઉમરાલા અને હાલાક પ્રદેશને પણ રાજા થયે.
એ પછી તેનો પૌત્ર ગાદીએ આવ્યા. એ સમયે અમદાવાદમાં મહમ્મદ બેગડા વિ. સં. ૧૫૧૬ થી ૧૫૭૦ (સને ૧૪પ૯ થી ૧૫૧૧)નું રાજ્ય હતું.
તેને ૧ મુજફરશાહ, ૨ અહમદશાહ સિકંદર અને ૩ લઘુ મહમ્મદ એમ ત્રણ પુત્ર હતા. તેણે પિતાના પુત્રની સરદારી નીચે સેના મોકલી યુદ્ધ કરીને પિતાના રાજ્યને વિસ્તાર વધાર્યો. આ ત્રણે પુત્રોમાં અહમદશાહ ઘણે હોંશિયાર હતો. મહમ્મદ બેગડાએ અહમદશાહને દ્વારિકા, સેમિનાથ, ગિરનાર, શત્રુજ્ય વગેરે સ્થળોમાં મેકલીને પવિત્ર સ્થાને વિનાશ કરાવ્યો. તેમજ સને ૧૪૧૪ (વિ. સં. ૧૫૩૧)માં તેને સૌરાષ્ટ્રમાં ફરીથી મેક. અહમદશાહે સીધેસીધા રાણપુર પર હલ્લે કર્યો અને રાણજીના પૌત્રને એકદમ કહેવરાવ્યું કે “તમે તમારી એક રાણી અમને સોંપી દે, નહીંતર લડવાને તૈયાર થાઓ.” ગેહેલ તે વટનો કટકે હતો” તેણે જવાબ વાકે, “ખબરદાર રહેજે, હું યુદ્ધના મેદાનમાં જવાબ દેવા આવું છું,
અહમદશાહને જૂનાગઢના વિજ્યને ગર્વ હતો તેને એ ગર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org