________________
૨૦૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ શહેરાના ધનિકોને બહુમાનથી અહીં અમદાવાદમાં લાવીને વસાવ્યા હતા, તેઓને સર્વ પ્રકારે અનુકૂળતાઓ આપી હતી. કે તેઓ અહીંના કાયમી વતની બને, વિવિધ વેપાર કેંદ્રો ચલાવે.
બા૦ અહમદશાહ ખંભાતના શેઠ શાણરાજ, સંઘપતિ ગુણરાજ અને સં૦ નાનક વગેરેને બહુ આદર કરતે હતો. દરેક કાર્યમાં તેઓની સલાહ લેતે અને ગંભીર વિચાર કરીને તેને અમલમાં મૂકત. (પ્રક. ૪૫)
બા૦ અહમદશાહ તપાગચ્છની વૃદ્ધ પિષાળના ૫૭મા આવે રત્નસિંહસૂરિ (સં. ૧૪૫ર થી ૧૫૧૮) તથા તપગચ્છની લઘુ પિષાળના ૫૦ મા આ૦ સેમસુંદરસૂરિ (સં. ૧૪૫૭ થી ૧૪૯)ને બહુમાન આપતો હતે. (-પ્રક. ૪૪, પૃ ૧૬, ૧૭, તથા પ્રવ ૫૦)
તેણે ઘારાવના ધરણું પિરવાડને “શત્રુજ્ય તીર્થના છરી પાળતા યાત્રા સંઘનું ફરમાન લખી આપી યાત્રાની છૂટ આપી હતી.”
બા, અહમદશાહ તા. ૪-૫–૧૪૪૭ને રોજ અમદાવાદમાં મરણ પામ્યા અને તેને અમદાવાદમાં જૂમામસીદ પાસેના કબ્રસ્થાનમાં દફનાવવામાં આવ્યું. ૩. બાદશાહ મહમ્મદ બીજો-(રાજ્યકાળ સને ૧૪૪૩ થી ૧૪૫૧) - તેના રાજકાળમાં સં. ૧૫૦લ્માં ગૂજરાતમાં અને માળવામાં માટે દુકાળ પડે ત્યારે પાટણના શેઠ મદન શ્રીમાળીને વંશજ અને બા. મહમ્મદના માનીતા શેઠ સદાનંદે જનતા માટે પાણીની પર બેસાડી હતી, તેમજ, દાનશાળાઓ સ્થાપના કરી હતી. આ રીતે તેણે સૌને અનાજ-પાણ પૂરાં પાડયાં હતાં.
- ૧. શ્રી, રત્નમણિરાવ લખે છે કે, “ભાવનગર પ્રાચીન શેધસંગ્રહ' ગ્રંથ
પૃ૪–૫૫માં લખ્યું છે કે, રાણકપુરના મંદિરના લેખમાં “એક જેને દાનવીરને શત્રુંજય તીર્થ આદિ શુભ કાર્યો કરવાનું ફરમાન બા૦ અહમદશાહ તરફથી , મળ્યું હતું, એ લેખ છે, (– ગુજરાતનું પાટનગર અમદાવાદ, ૫૦ ૩૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org