________________
૧૯૨
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સૂબા અલફખાને પાટણને કિલે બંધાવ્યું. તે સને ૧૩૧૭ સુધી ગુજરાતમાં રહ્યો હતે. તે પછી દિલ્હીના બાદશાહ તરફથી ગૂજરાત–પાટણમાં નવા નવા સૂબાઓ આવતા રહ્યા હતા, તે આ પ્રકારે જાણવા મળે છે.
(૨) એનું મુલક મુલતાની. (૩) મલેક દીનાર જાફરખાન. (૪) ખુશરૂખાન
(૫) હીસામુદીન– તે વિ. સં. ૧૪૩૨ માં પાટણ સૂબો હતે. તે એક વણિક કન્યાને પકડી લાવ્યું અને તેને પિતાની બીબી બનાવી. આ બીબી અસલમાં એક જૈન વણિકની પુત્રી હતી. તે સૂબાના જનાનખાનામાં ગેડી પાર્શ્વનાથની જિનપ્રતિમાની પૂજા કરતી હતી. સૂબાએ આ જિનપ્રતિમા મેઘા મીઠડિયાને આપી.
મેઘા શાહે “ડીપુર” વસાવી, ત્યાં મેટે જિનપ્રાસાદ બંધાવી તેમાં ગોડી પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી.” સમય જતાં આ સ્થાન મેટું તીર્થધામ બન્યું હતું.
(–પ્રક. ૪૨, પૃ. ૭૩૯ થી ૭૪૨) ઇતિહાસમાં એવી ઘણું નોંધાયેલી ઘટનાઓવાલી દંતકથાઓ પણ મળે છે કે, “મુસલમાન બાદશાહ તથા સૂબાઓએ પોતાની બેગમને પ્રસન્ન રાખવા ઈચ્છાઓ કે અનિચ્છાએ કેટલાંક કામ કર્યા હતાં.” જેમકે
(૧) હીસામુદ્દીને ગેડીની જિનપ્રતિમાને ઝનાનખાનામાં રાખી હતી તે મેઘાશેઠને આપી.
(૨) અહમદશાહે આશા ભીલની પુત્રી તેજ કે ગૂર્જરી સુંદરી માટે અમદાવાદ વસાવ્યું. (-ગૂજરાતનું પાટનગર અમદાવાદ, પૃ. ૨૯)
(૩) બાદશાહ મહમ્મદે પિતાની રૂડકી બાઈ માટે અડાલજમાં પાંચ લાખ ટકા ખરચી રૂડકી વાવ બંધાવી.
૧. “ગૂજરાતનું પાટનગર અમદાવાદ” પ્રક૪૨, પૃ. ૬૨૧ માં અડાલજની વાવનો ઇતિહાસ આપ્યો છે, જેમાં તે વાવમાં સંસ્કૃત લેખ હોવાનું જણવ્યું છે. તેને સાર આ પ્રમાણે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org