________________
ચુમાલીસમું ] તપવી હીરલા આ જગચંદ્રસૂરિ ૧૭૭ તથા તહેનાતના દરસાલ રૂા. ૧૦૦૦) આપવાનું નક્કી કરી તેમને જે સનદે આપવામાં આવી તે ઉપર બતાવી છે.
ત્યારબાદ આનંદરાવ ગાયકવાડ, સયાજીરાવ ગાયકવાડ વગેરેએ નવીનવી સદે આપી તે સનદેને કબૂલ રાખી હતી.
(જૈન ઐતિહાસિક રાસમાલા ભા. ૧ સમાલોચન (પૃ૩૪ થી ૩૭) વિશેષ નોંધઃ- બ્રીટીશ સરકારે નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈને અમદાવાદના કલેકટર જે. ડબલ્યુ. હેલે (J. W. Halaw) અને ન્યાયમૂર્તિ એ. બી. વેરડન (A. B. warden) તરફથી લખાઈ આવેલી નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ એ કરેલી પ્રજાહિત તથા રાજ્ય હેતુનાં કામે અને સખાવતેની વિગતેના આધારે તથા ભલામણથી એન રેબલ રાવબહાદુરને ખિતાબ આપ્યો હતો. તેમજ મુંબઈ ઈલાકાની હાઈકોર્ટમાં છલાવાર વકીલેની ખુરશીમાં તેમની તરફના વકીલની
અને રાજકેટ એજન્સીની કચેરીમાં પાલીતાણુના ઈજારદાર (જાગીર દાર) અને આણંદજી કલ્યાણજીની પેઢીના અધ્યક્ષ તરીકે ખુરશી આપી હતી.
અમે શેઠ પ્રેમાભાઈને વિશેષ ઈતિહાસ (ભા. ૩ જે પ્ર ૫૮-૫૯માં નગરશેઠ વંશમાં) આપીશું. ૧૮મે બા. અહમદશાહ (પરિચય માટે જૂઓ પ્રક. ૪૪ પૃ૦ ૧૦૯)
(રાજ્યકાળ : હીજરી સન ૧૧૬૧ જમાઉદ્દીલઅવલ તા. ૨ થી ૧૧૭ શાઅબાન તા. ૧૦ સુધી; તા. ૨૦-૪–૧૭૪૮ થી તા. ૨–૬–૧૫૪; ચિત્રાદિ વિસં૧૮૦૫ વૈશાખ શુદિ ૪ થી સં. ૧૮૧૧ ના જેઠ શુ૧૨)
ફરમાન અઠ્ઠાવીસમું શ્રી મહતાબરાયને શેઠ પદવી આપવાનું ફરમાન
સૂચના:-બ૦ અહમદશાહે જુલસી સન ૧, જિલ્કાદ મહિનાની તા. ૨-૩, ઈ. સ.૧૭૪૮ હી. સ. ૧૧૬૧, ચૈત્રાદિ વિ. સં. ૧૮૦૫ વિશાખ સુદિમાં મુર્શિદાબાદના શા મહતાબરાયને શેઠપદવી અને શેઠ પદવીની મહેર આપી શિરપાવ આપ્યો અને ફરમાન લખી આપ્યું..
(પ્રક. ૫૮-૫૯ જગતશેઠ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org