________________
ગુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ
૧૪૫ નોંધ:-બાજહાંગીર આ૦ હીરવિજયસૂરિ, આ વિજ્યસેનસૂરિ, મહ૦ ભાનચંદ્ર ગણિ વગેરેને ઉપાસક હતો અને તેઓના કામ અંગે સર્વરીતે ધ્યાન આપી મોટી મદદ દેતે હતો.
આ. વિજયસેનસૂરિનું સં. ૧૬૭૩માં ખંભાતમાં સ્વર્ગગમન થયું. જૈનોએ તેમને અકબરપરામાં અગ્નિસંસ્કાર કર્યો.
બા૦ જહાંગીરે આગરાના સંઘવી ચંદ્રપાલ જૈનને તે સ્થાનને ઉત્સવસ્થાન બનાવવા માટે ૧૦ વીઘા જમીન ભેટ આપી, તેનું ખંભાતના સૂબાએ ફરીવાર માગવાથી બીજી વાર આપેલું આ ફરમાન છે.
બા, જહાંગીરે જુલસી સન ૧૦, ઈલાહી સન ૬૦, બારમે અસ્પદાર મહિનો તા. ૧૭ મી, ગુરુવારના રોજ વિનતિ થવાથી મહિને શહેરેવર તા. ૨૭મીના રેજ, હીજરી સન ૧૦૨૪, મહિને રજબ ઉલ મુજબ (અથવા......) તા. ૧૭ મીએ, ઈ. સ. ૧૬૧૫, ઑગસ્ટ મહિને, ચૈત્રાદિ વિ. સં. ૧૬૭૩, કાર્તિકાદિ સં. ૧૬૭૨, શ્રા ..........ને રોજ આ ફરમાન આપ્યું હશે.
આ ફરમાનમાં સંઘવી ચંદ્રપાલની ઓળખાણ વ્યવસ્થિત આપી છે કે બીજો માણસ આ ફરમાન રજૂ કરી તે જમીન લઈ ન શકે. આ જેવું ફરમાન છે તેવું ઓળખપત્ર પણ છે. (પ્રક. ૪૪, પૃ. ૯૬, પ્રક. ૫૯; આ. વિજયસેનસૂરિ;
પ્ર. ૬ ૦ ચંદ્રપાલ સંઘવી) ફરમાન તેરમું બાદશાહે આ. વિજયદેવસૂરિને લખેલે પત્ર
અલ્લાહુ અકબર હકને ઓળખનાર, ગાભ્યાસ કરનાર, વિજયદેવસૂરિએ અમારી ખાસ મહેરબાની મેળવીને જાણવું કે, “તમારી સાથે પત્તન (માંડવગઢ)માં મુલાકાત થઈ હતી તેથી ખરા મિત્ર તરીકે ઘણું કરીને (હું) તમારા સમાચાર પૂછતો રહું છું. મને ખાતરી છે કે, તમે પણ અમારી સાથે ખરા મિત્ર તરીકેનો સંબંધ છેડશે નહીં.” આ વખતે તમારે શિષ્ય દયાકુશળ પંન્યાસ અમારી પાસે હાજર થયો છે. તમારા સમાચાર તેની દ્વારા જાણ્યા છે. (તેથી) અમે બહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org