________________
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૪૩ તેમ તેની પાસેથી કોઈ પણ કારણને બાને કંઈ પણ વસ્તુની માગણી ન કરે; જેમકે-પટ્ટો બનાવવાનું ખર્ચ, નજરાણું, માપણીનું ખર્ચ, જમીન કબજામાં આપવાનું ખર્ચ, રજિસ્ટ્રીનું ખર્ચ, તલાટીનું ફંડ, તહેસીલદાર અને દારેગાનું ખર્ચ, વેઠ, શિકાર અને ગામનું ખર્ચ, નંબરદારીનું ખર્ચ, જેલદારી સેંકડે ૨ ટકા ફી, કાનુગેની ફી, કોઈ ખાસ કામને માટે સાધારણ વાર્ષિક ખર્ચ, ખેતી કરવા વખતે અમુક ફી, અને એવી તમામ જાતની દિવાની અને સુલતાની તકલીફથી તેને કાયમને માટે મુક્ત કરવામાં આવે છે. એને માટે હરસાલ કેઈન હુકમ કે સૂચનાની આવશ્યકતા નથી. જે કંઈ હુકમ કરવામાં આવ્યા છે તેને તેડે ન જોઈએ અને આને તેઓએ પોતાનું સરકારી કામ સમજાવું જોઈએ.
તા. ૧૭મી. અફંદાર મુઝ ઈલાહી મહિને ૧૦મું વર્ષ.
બીજી બાજુને અનુવાદ તારીખ ૨૧, અમરદાદ, ઈલાહી ૧૦મું વર્ષ, જેની બરાબર રજબુલ મુરજબ હીજરી સન ૧૦૨૪ની ૧૭મી તારીખ અને અને ગુરુવાર છે. - પૂર્ણતા અને ઉત્તમતાના આધારરૂપ સાચા અને જ્ઞાની એવા સૈયદ અહમદ કાદરીએ મેકલવાથી, બુદ્ધિશાળી તથા વર્તમાન સમયના જાલીનસ (ધન્વન્તરિ વૈદ્ય) અને હાલના ખ્રીસ્ત એવા જોગીએ આપેલા ટેકાથી, વર્તમાન સમયના પોપકારી રાજા સુભાને આપેલી ઓળખથી, અને સૌથી નમ્ર શિષ્યોમાંના શિષ્ય અને નેંધનાર ઈસહકના લખાણથી. ચંદ્ર સંઘવી પિતા બેરૂ (?) પિતા (પિતામહ) વજીવન (વરજીવન) રહેવાસી આગ્રાને તેને મદદ મુઆરા નામની જાગીર આપવામાં આવી. ચંદ્ર સંઘવી પિતા બેરુ (?), પિતા (પિતામહ) [૨]જીવન રહેવાસી આગરા સબજવમ (સેવડાને માનનારા), જેનું કપાળ પહોળું, ભ્રમર પહોળી, ઘેટા જેવી જેની આંખે, કાળો રંગ, મૂડેલી દાઢી, ઉપર માતાના ઘણું ડાઘ, બંને કાનમાં ઠેકાણે ઠેકાણે છેદ, મધ્યમ ઊંચાઈ, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org