________________
૧૩૮ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આ વખતે અમારી હજુરમાં હતા. અને તેઓએ દરખાસ્ત કરી વિનંતિ કરી કે જે સમગ્ર આ રક્ષિત રાજ્યમાં અમારા પવિત્ર બાર દિવસે, જે ભાદરવા પર્યુષણાના દિવસે છે, તેમાં હિંસા કરવાની જગ્યાઓમાં કોઈ પણ જાતના જીની હિંસા કરવામાં નહીં આવે તે, અમને માન મળવાનું કારણ થશે, અને ઘણા જ આપના ઊંચા અને પવિત્ર હુકમથી બચી જશે. તેમ તેને સારો બદલે આપના પવિત્ર શ્રેષ્ઠ અને મુબારક રાજ્યને મળશે.
અમે બાદશાહી રહેમનજર દરેક નાત-જાતના અને ધર્મના હેતુ તથા કામને ઉત્તેજન આપવા બલકે દરેક પ્રાણીને સુખી કરવા તરફ રાખી છે. તેથી એ વિનંતિ કબૂલ કરી દુનિયાએ માનેલો અને માનવાલાયક જહાંગીરી હુકમ થયો કે, મજકુર બાર દિવસોમાં દર વર્ષે હિંસા કરવાની જગ્યાઓમાં તમામ રક્ષિત રાજ્યની અંદર પ્રાણીઓને મારવામાં આવે નહીં અને એ કામની તૈયારી કરવામાં પણ આવે નહીં. વળી એ સંબંધી દર વર્ષને ન હકમ કે સનદ (પણ) માગવામાં આવે નહીં. એ હુકમ મુજબ અમલ કરી ફરમાનથી વિરુદ્ધ વર્તવું નહીં. એ ફરજ જાણવી જોઈએ. નમ્રમાં નમ્ર અબુલખેરના લખાણથી અને મહમુદ સૈદની નથી.
નકલ અસલ મુજબ છે.
સિક્કો
આ સિક્કો વાંચી શકાતો નથી.
(-સૂરીશ્વર અને સમ્રાટ, પૃ. ૩૮૨ થી ૩૮૭ નંધ:- બાળ જહાંગીરને જૈન સાધુઓ પ્રત્યે ઘણું માન હતું. તે પિતાના પગલે પગલે રાજવ્યવહાર ચલાવવા ચાહતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org