________________
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૩૫ દરબારમાં આવી અમલદારો મારફતે અરજ કરી કે, વિજયસેનસૂરિ, વિજયદેવસૂરિ અને ખુશફહમ નંદિજી (નંદિવિજયજી) તેઓ અમારા આચાર્યો છે. અને ઠેકઠેકાણે તેમનાં દેરાં અને ધર્મશાળા છે અને તેઓ હંમેશાં પવિત્ર ધાર્મિક કામમાં, સેવાપૂજામાં અને ઈશ્વરને યાદ કરવામાં મશગૂલ રહે છે અને ખરેખર અમને મજકુર શ્રાવક હરખા પરમાનંદજીની વફાદારીની ખબર છે કે, એ અમારું શ્રેય ચાહનાર વફાદાર માણસ છે, તેથી અમારા જહાંપનાહના દરબારમાંથી હુકમ કાઢવામાં આવે છે કે, “એ કોમની ધર્મશાળા કે તેમના દેરામાં કેઈ એ મુકામ કરે નહીં અને તેની નજદીકમાં પણ કઈ રીતની દખલગીરી કરવી નહીં અને તેઓ તેને ફરીથી નવાં બનાવવા માગે છે તેમાં અડચણ કરવી નહીં. વળી, તેમના શિષ્યોના મકાનમાં પણ કેઈએ ઉતારે રાખવો નહીં. તેઓ જે સોરઠના મુલકમાં શત્રુંજયની જાત્રા કરવા જાય તો કોઈએ તેમની પાસે કશું માગવું નહીં.” દરેક અઠવાડિયામાં બે વારના દિવસે, એટલે રવિવાર તથા ગુરુવારે, દર મહિને તે મહિનાના પહેલા દિવસે, તેમજ ઈદ ( તહેવાર)ને દહાડે, તેમજ દર વર્ષે યૂર ઇરાની છઠ્ઠી શહેરેપૂર શહેરેવર માસમાં.............તેમજ અમારી ઉંમરનાં જેટલાં વર્ષ વીતી ગયાં છે તે વર્ષો ગણ દર વર્ષે એક દિવસ. એ પ્રમાણે અમારા આખા રાજ્યમાં કઈ પણ જાનવરની કતલ કરવી નહીં. તેમ તેને શિકાર કરે નહીં. તેમજ પક્ષી, માછલાં વગેરે જીવેને પકડવા નહીં યા મારવાં નહીં. આ હુકમ પ્રમાણે ચાલવાને સૌએ કોશીશ કરવી. એનાથી વિરુદ્ધ વર્તવાને કઈને અવકાશ જ નથી. સૂચના -
ફારસી ભાષાના સમર્થ અભ્યાસી અને ગુજરાતના સાક્ષરરત્ન શ્રી. કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરીએ ફાર્બસ ગુજરાતી સભાના સાહિત્યસંગ્રહમાંની જૂની સનદે અને જૂનાં ફરમાનેના આધારે
કેટલાક અપ્રસિદ્ધ જૂના લેબે” એવા મથાળા હેઠળ(૧) બા. જહાંગીરનું જૈન મંદિર, ઉપાશ્રય, તીર્થરક્ષા, અમારિનું ફરમાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org